Home /News /kutchh-saurastra /

સોમનાથ મંદિરે તોડ્યો રેકોર્ડ, આ વર્ષે કરી આટલી આવક

સોમનાથ મંદિરે તોડ્યો રેકોર્ડ, આ વર્ષે કરી આટલી આવક

    સોમનાથ મહાદેવ મંદિર પર થયો રૂપિયા અને સોનાનો વરસાદ, સોમનાથ મંદિરની વાર્ષિક આવક 40 કરોડને પાર પહોંચી તો શ્રદ્ધાળુઓની સંખ્યાએ પણ નવો રેકોર્ડ રચ્યો. સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં 4.5 કરોડ રૂપિયાની આવક કરી.

    દેશનું પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પર શ્રદ્ધાળુઓ ખોબે ખોબે દાન કરી રહયા છે, જેના કારણે સોમનાથ મહાદેવ મંદિરે વાર્ષિક ઇન્કમના તમામ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ રચ્યો છે.

    સોમનાથ મહાદેવ મંદિરની વાર્ષિક આવક 40 કરોડને પાર પહોંચી છે, તો બીજી તરફ સોમનાથ મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓની સંખ્યાએ પણ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડ્યા.

    સોમનાથ મહાદેવ મંદિરની ગત વર્ષ 35 કરોડ જેટલી આવક હતી જે અત્યાર સુધીની સોઉથી વધારે વાર્ષિક આવક હતી, પરંતુ આ વર્ષ સોમનાથ મંદિરે પોતાની જ વાર્ષિક આવ ના રેકોર્ડ તોડી 40 કરોડને પાર પહોંચી છે.

    એકલા શ્રાવણ માસમાં જ સોમનાથ મંદિરને સાડા ચાર કરોડની આવક થઈ. સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ ની આવક ગત વર્ષ અંદાજે 90 લાખ જેટલી હતી જેમાં પણ વધારો થયો છે અને વાર્ષિક સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે.

    સોમનાથ મંદિરની વાર્ષિક રોકડ આવક નવા રેકોર્ડ સાથે 40 કરોડ પહોંચી છે, પરંતુ હાલમાંજ 30 કિલો સોનુ પણ દાનમાં મળ્યું છે.

    અત્યાર સુધીમાં સોમનાથ મંદિર ને 147 કિલો સોનુ દાન મળ્યું છે જ્યારે 500 કિલો ચાંદી પણ દાન મળ્યું છે. સોમનાથ ટ્રસ્ટ ના જીએમ વિજય સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની જે આવક છે તેમાં અન્ય મંદિરો અને ગેસ્ટ હાઉસો એટલે કે સોમનાથ ટ્રસ્ટને જેટલી પણ આવક અને દાન મળ્યું છે તે તમામ ઉમેરવામાં આવ્યું છે.

    સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિયો ની સુવિધા માં વધારો કરાયો છે જેના કારણે યાત્રિકો અને આવક બંને માં ભારે વધારો નોંધાયો છે તેમજ આગામી દિવસો માં વધારે માં વધારે યાત્રિકો માટે સુવિધા વધારાશે.

    એક તરફ સોમનાથ મહાદેવ પર રોકડ રૂપિયાનો વરસાદઃ થાય રહ્યો છે તો બીજી તરફ મુંબઈ ના શ્રદ્ધાલ દ્વારા કુલ 140 કિલો સોનુ આપી સોનાનો વરસાદ કર્યો છે. હાલ તો સોમનાથ મંદિરને મળી રહેલી આવક અને સોનાના દાનને લઈ સોમનાથ ભક્તો ખુશખુશાલ બન્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Breaks, Record, Revenue, Somnath Temple, Year

    આગામી સમાચાર