દિનેશ સોલંકી, ગીર સોમનાથ : આમ આદમી પાર્ટી દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સોમનાથની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી. જ્યાં મનીષ સિસોદિયાને ગોપાલ ઇટાલિયાના ધર્મ વિરોધી વિવાદ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જ્યાં તેઓ અડધો જવાબ આપીને ચાલતી પકડી હતી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢની મુલાકાતે છે તો આપના શિક્ષણ મંત્રી અને દિલ્હીનાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સોમનાથની મુલાકાતે હતા. મનીષ સિસોદિયાએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના પણ કરી હતી. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રેસ કોંફરન્સમાં તેમણે ગુજરાત સરકારને શિક્ષણ અને સ્કૂલ મુદ્દે આડેહાથ લીધી હતા. આ અંગે સિસોદિયાએ કહ્યું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી ગાયબ થઈ ગયા છે. અમારી એન્ટ્રીથી અમિત શાહ સ્કૂલોએ જતા થઈ ગયા છે. ગુજરાતમાં આપની સરકાર બનશે તો સંપૂર્ણ દારૂબંધી કરાશે અને નકલી દારૂ પર એક્શન લેવાશે.
આમ આદમી પાર્ટી હાલ ધર્મને લઈને વિવાદોમાં સપડાઇ છે. ત્યારે સોમનાથમાં શિષ જુકાવવા આવેલા સિસોદિયાને પત્રકારોએ સવાલ કર્યા હતા કે, આપની પાર્ટીના ધર્મ વિરોધી ગોપાલ ઇટાલિયાએ જે બફાટ કરી રહ્યા છે તે મુદ્દે શું કહેશો? ત્યારે સિસોદિયાએ ઇટાલિયાના બચાવમાં કહ્યું કે, તે ભૂતકાળમાં જે હોઈ તે અમારી પાર્ટીમાં આવ્યા પછી તેઓ આવુ નથી બોલ્યા. ભાજપ પ્રજાને 27 વર્ષથી લૂંટી રહી છે. જે બાદ સિસોદિયા ઇટાલિયા મામલે વધુ સવાલથી બચવા વધુ જવાબ આપવા ન પડે તે હેતુથી ચાલતી પકડી હતી. ગીર સોમનાથના કોડીનાર ખાતે રેલી યોજવા ચાલતી પકડી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર