ન્યૂઝ18ગુજરાતીઃ ભારત સરકારે ક્લિન ઇન્ડિયા અભિયાન ચલાવ્યું છે. આખા ભારતને સ્વચ્છ રાખવાની જવાબદારી દેસાવીઓના માથે છે. ત્યારે ભારત સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે clean india mission સ્વચ્છભારત મિશન અંતર્ગત સ્વચ્છા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો હાથધર્યા છે. જેના કેટલાક માનદંડો પણ નક્કી કર્યા છે. આ અંતર્ગત બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે યાત્રાધામ Somnathની પસંદગી થઇ છે. આમ આગામી છ સપ્ટેમ્બર 2019ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજનારા સમારોહમાં Gujaratને એરોપ્ડ આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને 24x7 સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા. 1 એપ્રિલ- 2017થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ અન્વયે BVG ઇન્ડિયા લીમીટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા–સફાઇની કામગીરી BVG દ્વારા હાથ ધરવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સ્વચ્છતા સફાઇની કામગીરી પણ સફળતાપૂર્વક હાથ ધરાઇ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર