દિનેશ સોલંકી, ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથના (Somnath) દરિયા કિનારે 1500 મીટર લાંબા અને આધુનિક સુવિધાઓથી સજ્જ વોક વેનું (walkway) કામ પૂર્ણતાને આરે છે. વોક વે પર સોમનાથ આવતા યાત્રીઓ સાઈકલિંગ અને ચાલીને દરિયાની સુંદરતા નિહાળી શકશે.
ઘણો વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યાત્રાધામ સોમનાથમાં યાત્રીઓની સુવિધા માટે અનેક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. જેથી દેશભરમાંથી આવતા યાત્રીઓને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનની સાથે અનેક સુવિધાઓ પણ મળી રહે. એટલેજ કેન્દ્ર સરકારના ટુરીઝમ વિભાગની પ્રસાદ યોજના અંતર્ગત 45 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ દરિયા કિનારે મુંબઈના મરીન ડ્રાઇવ જેવા 1500 મીટર લાંબા વોક વેનું કામ થઈ રહ્યું છે. જેનું વર્ષ 2018માં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમીતભાઇ શાહના વરદહસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જે કામગીરી હાલ પૂર્ણતા ને હારે છે.
આ વોક વે સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધારા સુધી બનાવાયો છે. જેમાં 3 એન્ટ્રી ગેટ પણ બનાવાયા છે. આ વોક વેમાં સોમનાથ આવતા યાત્રિકો સાઈક્લિંગ તેમજ વોક કરી શકે છે. સાથે જ અહીં ભારતીય સંસ્કૃતિને લગતા ચિત્રની ગેલરી પણ છે. રાત્રે સ્ટ્રીટલાઈટ ચાલુ રહેશે.
જેમાં પણ જે રીતે દેશના ગૃહ મંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ એ આ વોક વેનું ખાતમુહૂર્ત કર્યું હતું જેથી ખુલ્લું પણ કેન્દ્ર સરકારના કોઈ મંત્રી અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકાય તેવી શક્યતાઓ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર