ગીર સોમનાથ: આંધળી ચાકણ કારોબારનો પર્દાફાશ, આ સાપની બજાર કિંમત જાણી તમે ચોંકી જશો

ગીર સોમનાથ: આંધળી ચાકણ કારોબારનો પર્દાફાશ, આ સાપની બજાર કિંમત જાણી તમે ચોંકી જશો
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર ગઢડામાંથી ત્રણ આંધળી ચાકળ નામના સાપ સાથે વન વિભાગે સાપનાં કારોબારનો પર્દાફાશ કરી એકની ધરપકડ કરી છે. એક સાપની કિંમત માર્કેટમાં 25 લાખ હોવાનું બહાર આવ્યું.

આનો ઉપયોગ દવામાં અને સેક્સ પાવર વધારવામાં થાય છે. એટલુ જ નહીં, તાંત્રિક વિધિમાં પણ આનો ઉપયોગ થાય છે, અને ચમત્કારિક પરિણામ મળે છે.

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર ગઢડામાંથી ત્રણ આંધળી ચાકળ નામના સાપ સાથે વન વિભાગે સાપનાં કારોબારનો પર્દાફાશ કરી એકની ધરપકડ કરી છે. એક સાપની કિંમત માર્કેટમાં 25 લાખ હોવાનું બહાર આવ્યું.


  ગીરગઢડાનાં જંગલ વિસ્તારમાં આવેલા ઇટવાયા ગામે જસાધાર વન વિભાગ દ્વારા બાતમીનાં આધારે રેડ કરતા એક શખ્સ પાસે ત્રણ આંધળી ચાકણ નામના સાપ સાથે ઝડપી પાડ્યો છે. વન વિભાગ ત્યારે ચોંકી ઉઠ્યું જ્યારે તેને આરોપીએ આ સાપની કિંમત જણાવી! જીહાં, આંધળી ચાકણ નામના આ ત્રણ સાપની કિંમત માર્કેટમાં 75 લાખમાં વહેંચવાનું નક્કી હતું. એટલે કે એક સાપની 25 લાખ કિંમત મનાઈ રહી છે. હાલ વન વિભાગે આરોપી અને ત્રણેય સાપને કબજે લઈ તપાસ શરૂ કરી છે.
  આંધળી ચાકણએટલે શું ? - તસવીરોમાં દેખાતા આ સાપને ગુજરાતી અને દેશી ભાષામાં આંધળી ચાકણથી ઓળખવામાં આવે છે. તેમજ બે મોઢા વાળી બમ્બોઈથી પણ ઓળખાય છે. જેને અંગ્રેજીમાં 'રેડ સેન્ડ બો' નામથી ઓળખવામાં આવે છે.


  વન વિભાગની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, આ એક સાપની કિંમત રૂપિયા 25 લાખ છે. જેનો ઉપયોગ દવામાં અને સેક્સ પાવર વધારવામાં થાય છે. એટલુ જ નહીં, તાંત્રિક વિધિમાં પણ આનો ઉપયોગ થાય છે, અને ચમત્કારિક પરિણામ મળે છે. જેના કારણે આની કિંમત 25 લાખ છે. વધારામાં જણાવ્યું કે 'હું વચેટીયો છું. સુરતના હસું નામનાં વ્યક્તિને આ ત્રણ સાપ આપવાના હતા, અને 75 લાખમાં સોદો ફિક્સ થયો હતો.


  ગીરગઢડાનાં ઇટવાયા ગામે પોતાના પિતા સાથે કામ કરતા જગદીશ મનું વાડોદરિયાની વન વિભાગે ધરપકડ કરી છે વન વિભાગને આશંકા છે કે, આમાં માત્ર સુરત જ નહીં પણ આ આખો ધંધો આંતર રાષ્ટ્રીય લેવલે ચાલતો હોઈ શકે છે. કારણ કે, એક સાપની 25 લાખ રૂપિયા કિંમત ચૂકવાય રહી છે. હાલ આરોપી 6 દિવસના રિમાન્ડ પર છે. હવે જોવું રહ્યું કે, તપાસ બાદ ફોરેસ્ટને કેટલા નામો હાથ લાગશે.
  Published by:kiran mehta
  First published:November 27, 2020, 19:25 pm

  ટૉપ ન્યૂઝ