sutrapada heavy rain drone visual: ગીર સોમનાથના સુત્રાપાડામાં (sutrapada) આભ ફાટ્યું હતું. જેના પગલે સુત્રાપાડા આખું પાણીમાં ગરકાવ થયું હતું. જ્યાં નજર દોડાવો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સુત્રાપાડાની જળબંબાકાર સ્થિતિનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો.
ગીર સોમનાથઃ ગુજરાતમાં ચોમાસાએ (Gujarat monsoon) માજા મુકી હતી. ત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર (heavy rain in saurashtra) વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથમાં (Girsomnath) વરસાદે દેધનાધન શરૂ કરી હતી. ગીર સોમનાથના સુત્રાપાડામાં (sutrapada) આભ ફાટ્યું હતું. જેના પગલે સુત્રાપાડા આખું પાણીમાં ગરકાવ થયું હતું. જ્યાં નજર દોડાવો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સુત્રાપાડાની જળબંબાકાર સ્થિતિનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો. મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના સાંજના આઠ વાગ્યા સુધી કોડિનારમાં 182 mm, સુત્રાપાડામાં 157 mm અને વેરાવળ તાલુકામાં 126 mm વરસાદ ખાબક્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સુત્રાપાડા (Sutrapada heavy rain) અને કોડીનાર (Kodinar heavy rain)માં આજે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. માંગરોળ પંથક છ ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે.
ભારે વરસાદથી માંગરોળના બહારકોટ વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. માંગરોળ નગરપાલીકાની પ્રી-મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. ગઈકાલ સાંજે સાત વાગ્યાથી આજે સવારે સાત વાગ્યા સુધીમાં શહેરમાં 119 એમ.એમ. વરસાદ નોંધાયો છે. માંગરોળ તેમજ આસપાસના પંથકમાં સાડા છ ઇંચ વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદથી નદી-નાળા વોકળા પાણીથી છલકાયા છે. માંગરોળની બજારોમાં ગોઠણ ડૂબ પાણીથી વાહન ચાલકો પરેશાન થયા હતા.
ભારે વરસાદથી ગીર-સોમનાથના સુત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાયું છે. બીજી તરફ બસ સ્ટેન્ડથી વાવડી ગામ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાવડી ગામમાં ઘૂંટણસમા પાણી જોવા મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સાંજના આઠ વાગ્યા સુધી કોડિનારમાં 182 mm, સુત્રાપાડામાં 157 mm અને વેરાવળ તાલુકામાં 126 mm વરસાદ ખાબક્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર પ્રિપેડનેશ અંગે વહીવટીતંત્રની કામગીરી -આગોતરા પગલાંઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. પોતાની તરફથી કેટલુક માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલ મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર