રાજસ્થાન ભાજપના 20 ધારાસભ્યોને સાસણના આ રિસોર્ટમાં રખાયા

રાજસ્થાન ભાજપના 20 ધારાસભ્યોને સાસણના આ રિસોર્ટમાં રખાયા
વુડ્સ રિસોર્ટ

ગુજરાતમાંથી તમામ ધારાસભ્યોને મંગળવારે હવાઇમાર્ગે સીધા જયપુર લઈ જવામાં આવશે, તોડફોડના ડરે હાલ 20 ધારાસભ્યો ગુજરાતમાં છે.

 • Share this:
  ગાંધીનગર : રાજસ્થાન (Rajasthan Political Drama)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે ભાજપે તોડફોડના ડરે તેના 20 ધારાસભ્યોને ગુજરાત (Gujarat) મોકલી આપ્યા છે. પહેલા છ ધારાસભ્યો ગુજરાત આવ્યા હતા. જે બાદમાં વધુ 14 ધારાસભ્યને ગુજરાતમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને સાસણ (Sasan Resort)ના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ રિસોર્ટ ભાજપના એક નેતાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ધારાસભ્યોને મંગળવારે પોરબંદર એરપોર્ટથી રાજસ્થાન મોકલવામાં આવશે તેવી પણ માહિતી મળી છે. એવી પણ શક્યતા રહેલી છે કે અમુક ધારાસભ્યોને પોરબંદરથી તો અમુકને રાજકોટ એરપોર્ટથી રાજસ્થાન મોકલવામાં આવી શકે છે.

  11મી ઓગસ્ટના રોજ જયપુર ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. ગુજરાતમાં હાજર રહેલા ધારાસભ્યોને વિમાનમાર્ગે સીધા જ જયપુર લઈ જવામાં આવશે. જે બાદમાં આ તમામ ધારાસભ્યો 14મી ઓગસ્ટના રોજ શરૂ થનારા રાજસ્થાન વિધાનસભાના સત્રમાં હાજર રહેશે.

  સાસણના વુડ્સ રિસોર્ટમાં રોકાયા

  શરૂઆતમાં રાજસ્થાનના છ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યા હતા. જેમને સોમનાથ ખાતેની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ સોમનાથના દર્શન પણ કર્યા હતા. જે બાદમાં ગઇકાલે મોડી રાત્રે વધુ 14 ધારાસભ્યોને ગુજરાત લાવવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને સાસણ ખાતે આવેલા વુડ્સ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. એવી પણ શક્યતા છે કે સોમવારે અન્ય ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શન કરી શકે છે.

  (આ પણ વાંચો : સુરતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, આ વિસ્તારોમાં મૉલ, દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ)

  ધારાસભ્યો સોમનાથના દર્શને આવ્યા છે : નીતિન પટેલ

  રવિવારે આ મામલે નિવેદન આપતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન બીજેપીના ધારાસભ્યો ગુજરાતમાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. બધા ધારાસભ્યો ગુજરાતમાં આરામથી ફરી રહ્યા છે. તેઓ છૂપાયા નથી. રાજસ્થાન પાડોશી રાજ્ય હોવાથી ત્યાંના લોકો ગુજરાતમાં અને ગુજરાતના લોકો રાજસ્થાન ફરવા જતા અને આવતા હોય છે.

  સોમનાથ પરિસર ખાતે ધારાસભ્યો.


  રાજસ્થાનના આ ધારાસભ્યો ગુજરાતમાં રોકાયા

  નારાયણસિંહ દેવળ
  જસારામ ગરાસિયા
  જગસીરામ કોળી
  હરેન્દ્ર નિનામા
  શોભા ચૌહાણ
  ધર્મનારાયણ જોશી
  બાબુલાલ ખરાડી
  ફૂલસિંહ મીણા
  ગૌતમલાલ મીણા
  અમૃતલાલ મીણા
  કૈલાશ મીણા
  જૈસીચંદ મીણા
  અશોક લાહોટી
  નિર્મળ કુમાવત
  જબ્બારસિંહ સાંખલા
  ગુરદીપ સિંહ
  મહેન્દ્રકુમાર મોચી
  ગોપાલલાલ શર્મા
  નિરમલ કુમાવત
  Published by:Vinod Zankhaliya
  First published:August 10, 2020, 16:42 pm

  ટૉપ ન્યૂઝ