Home /News /kutchh-saurastra /

Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, રસ્તાઓ બેટમાં ફેરવાયા, ભેંસો તણાઇ

Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, રસ્તાઓ બેટમાં ફેરવાયા, ભેંસો તણાઇ

આજે સવારે 6 વાગ્યાખી લઇ બપોરે 2 વાગ્યા સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 49 જિલ્લામાં વરસાદ પડ્યો છે.

જૂનાગઢના માંગરોળમાં લાલ બાગ વિસ્તારમાં વીજળી પડી છે. વીજળી પડતા અગાસીમાં કામ કરતા 2 ભાઈઓ ઈજાગ્રસ્ત થયા છે. બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વીજળી પડવાથી ઘરની દીવાલોમાં તીરાડો પડી હતી, જ્યારે આજુબાજુના મકાનોના વીજ ઉપકરણોને નુકશાન થયુ હતુ.

વધુ જુઓ ...
    Saurashtra Monsoon: જૂનાગઢ (Junagadh)ના માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદ (Junagadh Monsoon)પડ્યો છે. આજે વહેલી સવારથી માગરોળમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાં જ ધોધમાર વરસાદ (Junagadh Rainfall)ના પગલે ગોરેજ સહિતના કેટલાક ગામોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યાં જ ઠેર-ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

    જૂનાગઢના માંગરોળમાં લાલ બાગ વિસ્તારમાં વીજળી પડી છે. વીજળી પડતા અગાસીમાં કામ કરતા 2 ભાઈઓ ઈજાગ્રસ્ત થયા છે. બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વીજળી પડવાથી ઘરની દીવાલોમાં તીરાડો પડી હતી, જ્યારે આજુબાજુના મકાનોના વીજ ઉપકરણોને નુકશાન થયુ હતુ.

    જૂનાગઢમાં સવારના 6થી બપોરના 12 સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ માણાવદરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. માણાવદર શાક માર્કેટ તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વસાદના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ અમરેલીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા ત્યાં જ વરસાદી પાણીમાં ભેંસો પણ તણાઇ હતી.



    આજે સવારે 6 વાગ્યાખી લઇ બપોરે 2 વાગ્યા સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 49 જિલ્લામાં વરસાદ પડ્યો છે. તેમાથી 4 જિલ્લામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે તો બે જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે ત્યાં જ જૂનાગઢના માંગરોળમાં બપોર સુધીમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે અને 3 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. ત્યાં જ જૂનાગઢના માણાવદરમાં એક સાથે 68 mm વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.

    આ પણ વાંચો- વડોદરામાં પ્રથમ વરસાદમાં વાહનચાલકો ધડાધડ પડ્યા

    બીજી તરફ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ શક્રિય થઇ છે જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામા આવી છે. જેથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.Gujarat
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Junagadh Latest News, Junagadh news, Monsoon 2022

    આગામી સમાચાર