રાહુલ ગાંધીએ સોમનાથ દાદાના દર્શન કરી શરૂ કરી ગુજરાત યાત્રા

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: November 29, 2017, 2:52 PM IST
રાહુલ ગાંધીએ સોમનાથ દાદાના દર્શન કરી શરૂ કરી ગુજરાત યાત્રા

  • Share this:
ગીર-સોમનાથઃ ગીર-સોમનાથઃ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. રાહુલે પોતાની યાત્રાની શરૂઆત સોમનાથના દર્શન કરીને કરી હતી. સોમનાથ મંદિરમાં રાહુલે પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ દાદાને જળાભિષેક કર્યો હતો. રાહુલે મંદિરની પ્રદક્ષિણ પણ કરી હતી. આ ઉપરાંત મંદિર પરિસરમાં આવેલા તમામ મંદિરના પણ દર્શન કર્યા હતાં. રાહુલે સોમનાથ પરિસરમાં રહેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલનું સ્વાગત કર્યું હતું.

રાહુલે ટ્વિટ કરી મોદી પાસે માંગ્યો હિસાબ

રાહુલે ગુજરાત મુલાકાત પહેલા એક ટ્વિટ કરીને મોદી પાસેથી ગુજરાતના 22 વર્ષનો હિસાબ માંગ્યો હતો. રાહુલે ટ્વિટર પર લખ્યું છે કે, '22 વર્ષનો હિસાબ, ગુજરાત માંગી રહ્યું છે જવાબ. 2012માં વચન આપ્યું હતું કે, 50 લાખ નવા ઘર બનશે. 5 વર્ષમાં માત્ર 4.72 લાખ ઘર બન્યા. પ્રધાનમંત્રીજી અમને જણાવો કે શું આ વચન પુરું કરતા 45 વર્ષ લાગશે?'

Rahul_Gandhi_Somnath

Rahul_Gandhi_Somnath_3

First published: November 29, 2017, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading