સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે PM નરેન્દ્ર મોદીની વરણી, 120મી બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

પીએમ મોદીની ફાઈલ તસવીર

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે આજે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો.

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra modi) દેશના પ્રથમ જ્યોતીર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ (somnath trust chairman) તરીકે વરણી કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં બધા ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં બધા ટ્રસ્ટીઓએ સર્વાનુમતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

  સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે આજે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો.

  બેઠકની તસવીર


  ટ્રસ્ટ દ્વારા રજી કરાયેલી પ્રેસનોટ પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટની 120મી ટ્રસ્ટી મંડળની બેઠક ઓનલાઈન મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, જે.ડી. પરમાર. પ્રવીણ ક. લહેરી તેમજ હર્ષવર્ધન નિઓટિયાજીએ હાજરી આપી હતી.

  આ પણ વાંચોઃ-

  આ મિટિંગમાં સ્વ. કેશુભાઈ પટેલના નિધન પાછળ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપવા મૌન પાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવા અધ્યક્ષની નિમણુંક બાબતે સર્વાનુમતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટની આવક-જાવક, યાત્રીકોની સુવિધા અને પ્રોજેક્ટ અંગે પણ રીવ્યૂ કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે આજે શ્રી સોમનાથ ટ્રસ્ટની 120મી મીટિંગ વર્ચ્યુઅલ રીતે મળી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદ પદે જતા જતા ચેરમેન ટ્રસ્ટી કેશુભાઇ પટેલનું નિધન થયા બાદ ખાલી પડ્યું હતું. શ્રી મોદી 2009માં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા હતા. તે સમયે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા.
  Published by:ankit patel
  First published: