Home /News /kutchh-saurastra /

દીવમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ 3થી 5 રૂ. ઓછો, પર્યટકો ટેંક કરાવે છે ફૂલ

દીવમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ 3થી 5 રૂ. ઓછો, પર્યટકો ટેંક કરાવે છે ફૂલ

કેન્દ્રશાસિત પ્રદેશ દિવની વાત કરીએ તો, અહીં પેટ્રોલ 80.88 પૈસા અને ડિઝલ 75.40 પૈસા છે, જેના લીધે ગુજરાતથી આવતા પ્રવાસીઓ પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવાનું ભૂલતા નથી.

કેન્દ્રશાસિત પ્રદેશ દિવની વાત કરીએ તો, અહીં પેટ્રોલ 80.88 પૈસા અને ડિઝલ 75.40 પૈસા છે, જેના લીધે ગુજરાતથી આવતા પ્રવાસીઓ પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવાનું ભૂલતા નથી.

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગુજરાત કરતા પેટ્રોલ અને ડિઝલનો ભાવ 3 થી પાંચ રૂપિયા ઓછો, દીવમાં આવતા પ્રયટકો હરવાફરવા ની સાથે પોતાના વાહનોની ટેંક કરાવે છે ફૂલ.

    વર્તમાન સમયમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના ભાવો સૌથી વધુ છે. કેન્દ્રસાશીત પ્રદેશ દીવ ગીર સોમનાથ જિલ્લાથી ખૂબ નજીક છે. અને ગુજરાતમાંથી દીવ ફરવા આવતા ટુરિસ્ટો પોતાની બાઇક અથવા કારમાં પેટ્રોલ-ડીઝલની ટેન્ક દિવથી ફૂલ અચૂક કરાવે છે. કારણકે ગુજરાત કરતા દિવમાં પેટ્રોલ-ડિઝલ એક લિટરે 3 થી 5 રૂપિયા ઓછા ભાવે મળે છે.

    પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે દેશના દરેક નાગરિકના ખિસ્સા પર સીધી અસર પડે છે, એક તરફ શાકભાજી, રેશન, બાળકોને ભણાવવા શાળાઓની ફીમાં વધારો અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ લોકોને જીવન જીવવું કઈ રીતે તેનો વિચાર કરવો અઘરો થઈ પડે છે. ગરીબ વર્ગ હોઈ કે અમીર દરેક લોકો માટે ઘર કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

    આ પણ વાંચો

    પેટ્રોલ ડિઝલની કિંમતો આસમાને, જાણો કેમ વધી રહ્યાં છે ભાવ

    પેટ્રોલ ડિઝલની કિંમતો આસમાને, જાણો કેમ વધી રહ્યાં છે ભાવ

    જેમાં પણ ખાસ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં છે, જો આજની તારીખની વાત કરીએ તો પેટ્રોલ: 83.03 પૈસા અને ડિઝલ 80.69 પૈસા છે.

    જયારે કેન્દ્રશાસિત પ્રદેશ દિવની વાત કરીએ તો, અહીં પેટ્રોલ 80.88 પૈસા અને ડિઝલ 75.40 પૈસા છે, જેના લીધે ગુજરાતથી આવતા પ્રવાસીઓ પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવાનું ભૂલતા નથી. અને ગીર સોમનાથના લોકોનું કહેવું છે કે, દીવમાં ગીર સોમનાથ કરતા પેટ્રોલ 3 રૂ. અને ડિઝલ 5 રૂ. સસ્તું હોવાને કારણે અમે લોકો જ્યારે પણ દીવ જઈએ ત્યારે અમારા વાહનોની ટેન્ક ફૂલ કરી લઈએ છીએ.

    ગીર સોમનાથ જિલ્લાના પેટ્રોલ-ડિઝલ એસોશિયનના પ્રમુખના જણાવ્યા મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલ પહોંચતા ટ્રાન્સપોટીંગ ચાર્જ વધી જવાના કારણે અહીં ભાવ વધુ હોય છે, પરંતુ બાબત કોઈ પણ હોઈ મોંઘવારીના ભરડામાં આમજનતા પિસાઈ રહી છે તે પણ વાસ્તવિકતા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Diesel, Diu, Petrol, Petrol prices, Raised

    આગામી સમાચાર