Home /News /kutchh-saurastra /ઊંઘતી સરકાર સામે કાંધી ગામના લોકો ‘દશરથ માંઝી’ બનવા મજબુર, જાતે બનાવ્યો નદી પર બ્રિજ
ઊંઘતી સરકાર સામે કાંધી ગામના લોકો ‘દશરથ માંઝી’ બનવા મજબુર, જાતે બનાવ્યો નદી પર બ્રિજ
લોકોએ જાતે બનાવ્યો નદી પર બ્રિજ
Gir Somnath News: એક તરફ ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવી રહી છે અને સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ બીજી તરફ જોવામાં આવે તે આજે પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોચી નથી. સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોએ સરકારની આશા છોડી જાત મહેનત જીંદા બાદના નારા સાથે કામ શરૂ કરી જાતે જ નદી પર બ્રિજ બનાવી દીધો.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ બીજી તરફ જોવામાં આવે તે આજે પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોચી નથી. વાત કરવામાં આવે ગીર સોમનાથના કાંધી ગામની તો અહીંના લોકોને બીજા ગામ કે શહેર જવા માટે રાવલ નદી પરથી પસાર થવુ પડે છે. જેથી લોકોએ સરકારને આ નદી પર બ્રિજ બાંધવા માટે વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. આખરે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોએ સરકારની આશા છોડી જાત મહેનત જીંદાબાદના નારા સાથે કામ શરૂ કરી જાતે જ નદી પર બ્રિજ બનાવી દીધો છે.
વારંવાર સરકાર પાસે બ્રિજની માગણી કરાઈ હતી
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના કાંધી ગામની વાત કરવામાં આવે તો રાવળ નદી પર બ્રિજ ન હોવના કારણે 15થી વધુ ગામોના લોકોને હેરાન થવુ પડે છે. વારંવાર સરકાર પાસે બ્રિજની માગણી કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી બ્રિજ ન બનતા હવે ગામ લોકો નદીમાંથી પસાર થવા જાતેજ પાળ બનાવી રહ્યા છે. કાંધી ગામના સરપંચ દ્વારા પોતાના સ્વખર્ચે નદી પર બ્રિજ બનાવા માટે મટીરીયલ લાવી લોકોની સમસ્યા દૂર કરવા કામ હાથ ધરાયું છે. બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ લોકોની પાયાની જરૂરીયાતો પર સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી.
વિધાનસભાની ચૂંટણી જીતવા માટે સરકાર દ્વારા વિકાસની ‘ગૌરવ યાત્રા’ પણ કાઢવામાં આવી રહી છે પરંતુ સરકારના કામોની ચાડી ખાતા આ વીડિયો ગીર ગઢડાના કાંધી ગામમાંથી સામે આવ્યા છે. જેમાં સરકારની કામગીરી અને વિકાસની વાતો પર શંકા જાય છે. ઉલ્લેખનીય છે કે, આ સમસ્યા દાયકા જૂની છે, દેશ આઝાદ થયું તેને વર્ષો વીતી ગયા. પરંતુ ગીર ગઢડાના કાંધી ગામથી રાવલ નદી પસાર થઈ ઉના-ગીર ગઢડાના 15 થી વધુ ગામોના લોકો આજે પણ 50 કિલો મીટરનું અંતર કાપી અને ફરીને જાય છે, જોકે નેતાઓ ચૂંટણીઓ આવતા વાયદાઓ આપે છે પરંતુ તે પ્રમાણે કામ કરવામાં આવતા જ નથી.
લોકો સ્વખર્ચે નદી પર સેતુ બનાવી દીધો
ગીર ગઢડા જવા માટે જો બ્રિજ બને તો મિનિટોમાં ગામ લોકો ત્યા પહોચી શકે છે. બ્રિજ ન હોવાના કારણે આશરે 15 ગામના લોકોને પ્રથમ ઉના અને ત્યાંથી ગીર ગઢડા એટલે કે 50 km લાબું ફરીને જવાની ફરજ પડી રહી છે. અને એટલે જ નેતા અને સરકારથી કંટાળેલા લોકો હવે પોતાના જ ખર્ચે નદી પર સેતુ બનાવવાની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લોકોએ આ બાબતે સરકારનો ભારે વિરોધ પણ કર્યો હતો. નોંધનીય છે કે, લોકોએ સરકારની આશા છોડી ‘જાત મહેનત જીંદા બાદ’ના નારા લગાવી કામ શરૂ કરી નદી પર બ્રિજ બનાવી દીધો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર