આદમ ખોર દિપડો, વધુ એક બાળકીને માતા-પિતાની સામે ફાડી ખાધી

News18 Gujarati
Updated: April 14, 2018, 9:40 PM IST
આદમ ખોર દિપડો, વધુ એક બાળકીને માતા-પિતાની સામે ફાડી ખાધી

  • Share this:
ગીર સોમનાથ જિલ્લામાં આદમ ખોર દીપડાઓએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં બે બાળકોને આદમખોર દિપડાએ મોતને ઘાટ ઉતાર્યા છે. ઉનાના મોઠા ગામે એક બાળકીને ફાડી ખાધા બાદ વધુ એક બાળકીને સુત્રાપાડાના મોરડીયા ગામે માનવ લહુના પ્યાસા બનેલા દીપડાએ બાળકીને માતા-પિતા સામેજ ફાડી ખાધી.

ગીર આસપાસના ગ્રામ્ય પંથકોને દીપડાઓએ પોતાનું ઘર બનાવી લીધું છે, જેના કારણે દીપડાઓ અને માણસ વચ્ચે વારંવાર ઘર્ષણ સર્જાય રહ્યું છે. છેલા બે દિવસમાં આદમ ખોર દીપડોએ બે માસુમ બાળકીઓને મોતને ઘાટ ઉતારી છે. ઉના તાલુકાના મોઠા ગામે માતા પિતાની નજર સામે જ 18 માસની મહેશ્વરી નામની બાળકીને દીપડાએ ફાડી ખાધી. તો શુક્રવારે સાંજે સુત્રાપાડાના મોરડીયા ગામે વધારે એક બાળકીને તેના માતા પિતાની નજર સામે ફાડી ખાધી હતી.

મોરડીયા ગામે રહેતા જશુભાઈ માલાભાઈ વાઢેળ નામના ખેડૂતની 8 વર્ષની દીકરી રાત્રે પોતાની માતા સાથે વાસણ સાફ કરતી હતી તે સમયે આદમ ખોર દીપડો ત્યાં ત્રાટકી માતા પિતાની નજર સામે જ બાળકી લય ફરાર થયો હતો. બાળકીના માતા પિતાએ રાડા રાડ કરતા દીપડો બાળકીને મૂકી ફરાર થયો હતો. જો કે બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું.

ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડીયા ગામે આદમ ખોર દીપડો લાંબા સમયથી વસવાટ કરે છે. છેલા ત્રણ મહિનામાં આદમ ખોરે કુલ 4 વ્યક્તિ પર હુમલા કર્યા છે. જેમાં બે બાળકીના મોત નિપજ્યા છે. જો કે આજદિન સુધી આદમખોર દિપડો ન પકડાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે, તત્કાળ માનવ લોહીના પ્યાસા બનેલા દીપડાને પાંજરે પુરવામાં નહીં આવે તો, મજબૂરી વર્ષ ખેડૂતો જ દીપડાને મોતને ઘાટ ઉતારી દેશે.

મોરડીયા ગામ નજીક અને આસપાસના વિસ્તારોમાં ત્રણથી 4 ખુંખાર દીપડાઓ વસવાટ કરી રહ્યા છે જેન કારણે ખેડૂતો લાંબા સમયથી દહેશતમાં છે. વન વિભાગના એસીએફના કેહવા પ્રમાણે દીપડા ઓની સંખ્યામાં ભારે વધારો થયો છે, જેના કારણે દીપડાઓ આ વાડી વિસ્તારોમાં ઘુસી રહ્યા છે. શેરડીના વાડા અને પૂરતું પાણી મળી રહેતા દીપડા અહીં વસવાટ કરી રહયા છે. દીપડાઓને જંગલમાં રાખવા મુશ્કેલ છે.

છેલા બે વર્ષમાં જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં 110 માનવ પર આદમખોર દીપડાઓએ હુમલા કર્યા છે. જેમાં 10 લોકોના મોત થયા છે. બીજી તરફ દીપડા પણ અકસ્માતે મોતને ભેટી રહયા છે. છેલ્લા એક મહિનામાં ગીર સોમનાથ જિલ્લામાં 4 દીપડા પાણી ભરેલા કુવામાં ખાબક્યા હતા, જેમાં 2 દીપડાઓના મોત નિપજ્યા છે.સ્ટોરી - ભરતસિંહ જાદવ
First published: April 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading