Home /News /kutchh-saurastra /Somnath Temple: દિવાળીના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટ્યાં

Somnath Temple: દિવાળીના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટ્યાં

દિવાળીના દિવસે સોમનાથ દાદાના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં.

Somnath Temple: દિવાળીના વેકેશનને લઈને હાલ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કોરોનાકાળના બે વર્ષ બાદ પૂરેપૂરી છૂટછાટ સાથે લોકો ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટના જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ દિવાળીના વેકેશનને લઈને હાલ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના બે વર્ષ બાદ પૂરેપૂરી છૂટછાટ સાથે લોકો ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટના જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.

    કોરોનાકાળ બાદ ફરવાનું ચલણ વધ્યું


    બે વર્ષ સુધી કોરોના મહામારી રહી હોવાથી લોકોએ ઘરમાં જ દિવાળીની ઉજવણી કરી હતી. પરંતુ આ વર્ષે પૂરેપૂરી છૂટછાટ હોવાને કારણે લોકો ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના વેકેશનને લઈને સોમનાથ દાદાના દર્શને ભાવિકભક્તો ઉમટી પડ્યાં છે. વર્ષના અંતિમ દિવસે મહાદેવને આગામી વર્ષ સુખમય પસાર થાય તેની પ્રાર્થના કરી રહ્યા છે. તેટલું જ નહીં, લોકો દીવ, તુલસીશ્યામ સહિત સાસણ અને દ્વારકામાં પણ દિવાળી વેકેશન માણવા માટે પહોંચ્યા છે.

    આ પણ વાંચોઃ સોમનાથમાં રહેવા ઓનલાઇન બુકિંગ કરતી વેળા ઓનલાઇન ફ્રોડથી સાચવજો

    મોટી સંખ્યામાં ભાવિકભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટ્યાં


    ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવેલા એક ભાવિકભક્ત જણાવે છે કે, મહાદેવના દર્શન કરીને આહ્લાદક શાંતિનો અનુભવ થાય છે. જીવનમાં સોમનાથ મહાદેવના દર્શને એકવાર તો આવવું જ જોઈએ. મહત્ત્વનું છે કે, ભાવિકભક્તોની ભારે ભીડ ઉમટી પડી હોવાથી સોમનાથ પોલીસ ટ્રસ્ટ અને વહીવટી તંત્રએ પણ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરી રાખ્યું છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Devbhoomi Dwarka, Sasan gir, Somanth