Home /News /kutchh-saurastra /

કેસર કેરીના રસિકો આનંદો! પ્રથમ દિવસે જ તલાલામાં 11 હજાર બોક્સની થઈ હરાજી

કેસર કેરીના રસિકો આનંદો! પ્રથમ દિવસે જ તલાલામાં 11 હજાર બોક્સની થઈ હરાજી

    કેરીના રસિયાઓને હવે મનભરીને કેરીનો સ્વાદ માણવા મળશે. દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં થઇ ચુકી છે. તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી કેરીની હરાજી શરુ થતા મેંગો યાર્ડ ફરી ધમધમતું થયું છે. પ્રથમ દિવસે 11 હજાર જેટલા કેરીનાં બોક્સની હરાજી કરવામાં આવી છે. મેંગો માર્કેટમાં 10 કિલો કેરીના 300થી 600 રૂપિયાની બોલી બોલાઇ હતી. પ્રથમ દિવસે જ 11425 જેટલા કેરીના બોક્ષની હરાજી થઇ. સમગ્ર ભારતમાં જો તલાલાની કેરી જઇ જ રહી છે. હવે ખેડૂતો માટે બેવડી ખુશી છે કેમ કે 800 મેટ્રિક ટન કેસર કેરી અમેરિકા, દુબઇ અને યુરોપિયન કન્ટ્રીમાં નિકાસ કરાશે. વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે કેસરનું ઉત્પાદન ખુબ ઓછું છે. ગત વર્ષની તુલનાએ 30 ટકા કેસરનું ઉત્પાદન ઓછું છે. જેના કારણે આ વર્ષ કેસરનો સ્વાદ ચાખવા વધારે કિંમત ચૂકવવી પડશે.

    ખેડૂતો માટે બેવડી ખુશી 800 મેટ્રિક ટન કેસર કેરી અમેરિકા, દુબઇ અને યુરોપિયન કન્ટ્રીમાં કરાશે નિકાસ
    કેરી રસિકો માટે ગીરથી ખુશીનાં સમાચાર. તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજી શરુ. 10 કિલો કેરીનાં 300 થી 600 રૂપિયા બોલી બોલાઇ પ્રથમ દિવસે 11હજાર 425 જેટલા કેરીનાં બોક્સની હરરાજી થઇ. ખેડૂતો માટે બેવડી ખુશી 800 મેટ્રિક ટન કેસર કેરી અમેરિકા, દુબઇ અને યુરોપિયન કન્ટ્રીમાં કરાશે નિકાસ.

    દેશ અને દુનિયામાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર એન્ટ્રી બજારમાં થઇ ચુકી છે. તાલાલા મેંગો માર્કેટમાં એક વર્ષ પછી કેરીની હરાજી શરુ થતા મેંગો યાર્ડ ફરી ધમધમતું થયું છે. પ્રથમ દિવસે 11 હજાર જેટલા કેરીનાં બોક્સની હરાજી કરવામાં આવી છે ( એટલેકે 1 લાખ કિલોથી વધુ કેરી ની હરાજી થઇ છે) કાચી કેસર કેરીનાં 10 કિલો એ 300 થી 600 રૂપિયા ભાવ આકવામાં આવ્યો છે.

    વેપારીઓ ના કહેવા મુજબ આ વર્ષે કેસરનું ઉત્પાદન ખુબ ઓછું છે. ગત વર્ષ ની તુલનાએ 30 ટકા કેસર નું ઉત્પાદન ઓછું છે. જેના કારણે આ વર્ષ કેસર નો સ્વાદ ચાખવા વધારે કિંમત ચૂકવવી પડશે.

    કેસર કેરીના ભાવોને લઇ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. ગત વર્ષની તુલનાએ કેસરનો ભાવ આ વર્ષે દોઢો છે. એટલે કે 100 થી 200 રૂપિયા 10 કિલોએ વધારે આંકવામાં આવી રહયા છે. જેની પાછળ નું કારણ કેરીના જથ્થામાં આ વર્ષ ભારે ઘટાડો આવ્યો છે.

    ખેડૂતોના કેહવા મુજબ વાતાવરણ પલટાયું હોવાના કારણે કેરીના પાકને ભારે અસર થઈ છે. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની અસર ગીરની કેસર પર પડી રહી છે. જેના કારણે કેરીના પાકને માંઠી અસર પડી છે. ખેડૂતોના મતે કેસરના 10 કિલોના બોક્સના ઓછામાં ઓછા 500 રૂપિયા થી 800 રૂપિયા ભાવ મળવો જોઈએ.

    જો કે ગત વર્ષની તુલનાએ આ વર્ષ ભાવ સારો હોવાના કારણે ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે, તો ઘણા ખેડૂતો નારાજ પણ જોવા મળી રહયા છે. ખેડૂતો સરકાર પાસે એવી અમીટ આશ રાખીને બેઠા છે કે, કેસરના પાકને સરકાર વીમાં કવચ આપે તેમજ મગફળીની જેમ ટેકા ના ભાવ જાહેર કરે.

    ખુશીની વાત એ છે કે, યુરોપનાં દેશોમાં આ વખતે કેસર કેરી એ એન્ટ્રી કરી છે. અને ગત વર્ષ ના વિદેશમાં કેસરના નિકાસનો રેકોર્ડ તોડ્યો છે. ગત વર્ષે કરતા આ વર્ષ બમણો નિકાસ કેસર કેરીનો વિદેશમાં કરાશે.

    તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું છે કે, દુબઇ, આરબ અમીરાત અમેરિકા તેમજ યુરોપિયન સહીતના દેશોમાં કેસરની માંગ વધી છે. ભૂતકાળમાં કેસર કેરીના વિદેશ નિકાસ પર પ્રતિબંધ હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયાસોથી આ પ્રતિબંધ હટાવી લેવાયો છે. અને કેસર કેરી ને બીજા દેશોમાં નિકાસની છૂટ મળી છે. ગત વર્ષ 300 મેટ્રિક ટન કેસર કેરી વિદેશોમાં નિકાસ કરાઇ હતી, પરંતુ આ વર્ષ 800 મેટ્રિક ટન કેસર કેરી દુનિયાના વિવિધ દેશોમાં નિકાસ કરાશે. એટલું જ નહીં આવનારા વર્ષોમાં મોટા પ્રમાણમાં કેસર કેરી વિદેશોમાં નિકાસ કરી શકાય તેના પ્રયાસો સરકાર દ્વારા કરાઇ રહયા છે. જેનો સીધો ફાયદો ગીરના ખેડૂતો ને મળશે.

    છેલ્લા પાંચ વર્ષ માં તાલાલા મેંગો માર્કેટમાં થયેલી કેસરની આવક પર અને ભાવ પર નજર કરીએ તો !

    • વર્ષ 2010/11 - 14 લાખ 87 હજાર બોક્સ - 10 કિલો નો ભાવ સરેરાસ 143 રૂપિયા.

    • વર્ષ 2011/12 -8 લાખ 32 હજાર બોક્સ - 10 કિલો નો ભાવ સરેરાસ 210 રૂપિયા

    • 2012/13  હરાજી બંધ હતી

    • 2013/14 - 11 લાખ 85 હજાર - 10 કિલો નો ભાવ સરેરાસ 254 રૂપિયા

    • 2014/15 - 9 લાખ 41 હજાર - 10 કિલો નો ભાવ સરેરાસ 210 રૂપિયા

    • 2015/16 -- 7 લાખ 17 હજાર - 10 કિલો નાં ભાવ સરેરાસ 250 રૂપિયા

    • 2017 18 - 10 લાખ 67 હજાર - 10 કિલો ના ભાવ સરેરાશ 285


    જો કે વર્તમાન વર્ષમાં માત્ર 5 લાખ મેટ્રિક ટન કેસર કેરી હરાજીમાં આવે તેવો અંદાજ લગાવાઇ રહ્યો છે.

    ગત વર્ષ ક્યાં દેશમાં કેટલી કેસર નિકાસ થઇ ?

    • યુરોપ 281 મેટ્રિક ટન

    • યુએસએ અમેરિકા 70 મેટ્રિક ટન

    • ઓસ્ટ્રેલિયા 4 મેટ્રિક ટન

    • દુબઇ 9 મેટ્રિક ટન


    ટોટલ 364 મેટ્રિક ટન કેસર કેરી વિદેશમાં ગત વર્ષે નિકાસ કરાઇ હતી. વર્તમાન વર્ષ 800 મેટ્રિક ટન કેસર કેરી વિદેશમાં નિકાસ કરાશે તેવો અંદાજ લગાવાયો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Auction, Boxes, Eleven thousand, First day, Held, Talala, કેરી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन