11 દિવસમાં 11 સિંહના મોતનું કારણ જાણવા News18 ટીમ સાસણ પહોંચી

News18 Gujarati
Updated: September 21, 2018, 3:59 PM IST
11 દિવસમાં 11 સિંહના મોતનું કારણ જાણવા News18 ટીમ સાસણ પહોંચી
ફાઈલ ફોટો

વર્ષ 2012 - 62 સિંહના મોત , વર્ષ 2013 -73 સિંહના મોત, વર્ષ 2014 - 78 સિંહના મોત, વર્ષ 2015 - 92 સિંહ ના મોત , જ્યારે છેલા બે વર્ષમાં એટલે કે 2016 અને 2017 માં 184 સિંહોના મોત થયા છે

  • Share this:
હાલ 11 દિવસમાં 11 સિંહોના મૃત્ય થયા છે ત્યારે ન્યૂઝ18 ને એશિયાઈટીક સિંહોનું ઘર માનતા ગીર જંગલમાં આવેલ સાસણ જઈ સિંહોના મૃત્ય થવા પાછળનું કારણ શું છે તે જાણવા ત્યાંના લોકો સાથે મુલાકાત કરી.

વર્તમાન સમયે સિંહની વસ્તી વધતા સિંહ પોતાની ટેરેટરી વધારી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં ગોંડલથી લઈને ભાવનગર, પાલીતાણા સુધી સિંહ વસી રહ્યા છે. તો બીજી તરફ દરિયાઈ પટ્ટીનાં પોરબંદરના બરડા ડુંગર સુધીના વિસ્તારને ગીરનાં સિંહો પોતાનું રહેઠાણ બનાવી રહ્યા છે. એક દિવસ એવી જરૂર આવશે કે, આ એશિયાટિક લાયન સમગ્ર ગુજરાતમાં ફરી જોવા મળશે. તેવું પર્યાવરણવિદો માની રહ્યા છે. 2018 સુધીમાં ગીર અને આસપાસમાં સિંહોની અંદાજે સંખ્યા 700 થી વધુ હોવાનું માનવામાં આવે છે. 2020નાં સિંહ વસ્તી અંદાજ સમયે સિંહોની વાસ્તવિક સંખ્યા બહાર આવશે.

પરંતુ સાસણ લોકોનું માનીયે તો સિંહના મૃત્ય પાછળ સૌથી મોટું કારણ સિંહોએ જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવો મણિ છે, કારણે પહેલાના સમયે જંગલ વિસ્તારમાં નેસડાઓ હતા, તેમાથી મોટાભાગ નેસ નાબુત થયા છે અને તેમને વનવિભાગ દ્વારા હટાવી દેવામાં આવ્યા છે, જેથી જંગલ વિસ્તારમાં સહેલાઈ થી ખોરાક મળતો તે બંધ થયો અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા, જ્યાં સિંહોના સુરક્ષાના અભાવના કારણે સિંહોનું અકાળે મૃત્ય થાય છે.

છેલ્લા ચાર દિવસમાં ગિરનારના જંગલમાં ચાર સિંહના મોત થયા છે. રાજ્યના ગીર પંથકમાં સિંહોના અકાળે થઈ રહેલા મોત મામલે જોઈએ તો છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત થયા છે, જેમાં 60 થી વધુ સિંહોના મોત અકસ્માતે થયા છે. આ અંગે સુઓમોટો રીટ પણ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. ત્યારે આ બાબતની કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લઈને સિંહોના અકાળે મોત અટકાવવા માટે ત્વરિત પગલાં ભરવા જોઈએ. જીવન અને મૃત્યુ તો કુદરતના હાથની વાત છે, પરંતુ ગીર જંગલની બહાર વસતા સિંહોના મોત અકાળે વધુ થયા છે. આ માટે જવાબદાર ખુલ્લા કૂવાઓ, રેલવે ટ્રેક, ખેતર ફરતે મુકવામાં આવતો વીજ કરંટ વગેરેનાં કારણો છે, પરંતુ લોકોના માટે મહત્વ અને મુખ્ય કારણ સિંહોનું જંગલ છોડી રેવન્યુ વિસ્તાર મનાય છે

આરટીઆઈની અરજીમાં મળેલી માહિતી અનુસાર 2015 -16 ના વર્ષ માં કુલ 92 સિંહના મોત થયા છે. જેમાં 26 સિંહ અકુદરતી એટલેકે કમોતે મોતને ભેટયા છે. જેમાં અમરેલીમાં 25 ભાવનગરમાં 11 જૂનાગઢ જિલ્લામાં 33 અને ગીર સોમનાથ જિલ્લામાં 21 સિંહોના મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે.

છેલા 4 વર્ષ માં થયેલા સિંહો ના મોત ના આંકડા પર નજર કરીયે તો, વર્ષ 2012 - 62 સિંહના મોત , વર્ષ 2013 -73 સિંહના મોત, વર્ષ 2014 - 78 સિંહના મોત, વર્ષ 2015 - 92 સિંહ ના મોત , જ્યારે છેલા બે વર્ષમાં એટલે કે 2016 અને 2017 માં 184 સિંહોના મોત થયા છેસિંહોના મોત ના આંકડા પરથી અંદાજ લગાવી શકાય કે, સિંહના મોતમાં ઝડપ ભેર વધારો થઈ રહ્યો છે. તો સામે સિંહોનો જન્મદર પણ વધ્યો છે. ગીર જંગલમાં વસતા સિંહો પૈકી કેટલાક વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા છે. હા સિંહોના અકાળે અવસાન સિંહ પ્રેમીઓ તેમજ એન.જી.ઓ.ને દુઃખ ચોક્કસ પહોંચાડે છે. જંગલમાં વસતા સિંહોની સાથે જ જંગલ વિસ્તાર બહાર વસવાટ કરતા સિંહોનું સંરક્ષણ પણ વધારવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલીના ગીરનાં જંગલોમાં એક સપ્તાહમાં 11 સિંહોના મોત થવા મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે. દલખાણીયા રેન્જમાં એક સપ્તાહમાં 11 સિંહોના કુદરતી રીતે મોત થયા છે. ત્યારે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. વન વિભાગના PCCF વાઈલ્ડ લાઈફ અક્ષય સક્સેના, PCCF વિજિલન્સ R. L. મીના, CCF વાઈલ્ડ A. C. પટેલ સહિતના અધિકારીઓનો કાફલો ધારીમાં છે. 6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 2 નર સિંહના મોત થયા છે. 3 બાળ સિંહના ઈનફાઈટમાં, 3ના સારવાર દરમિયાન મોત થયા છે. તો 2ના બીમારીથી અને 3ના ફેફસા અને લીવરમાં સંક્રમણના કારણે મોત થયા છે.
First published: September 21, 2018, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading