ઉનામાં શિશુને હોસ્પિટલમાં મૂકી ફરાર માતાની પોલીસે કરી ધરપકડ

ઉનામાં શિશુને હોસ્પિટલમાં મૂકી ફરાર માતાની પોલીસે કરી ધરપકડ

 • Share this:
  ઉના: ખાનગી હોસ્પિટલમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉના બસસ્ટેશન પાસે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં કોઇ અજાણી મહિલાએ નવજાતને મૂકી ફરાર થઇ ગઇ હતી.ઉનાના રામનગરના ખારા વિસ્તારમાંથી પોલીસે ગણતરી કલાકોમાં ઝડપી પાડી છે.મહિલાનું નામ મંજુલા બહેન હોવાનું બહાર આવ્યું હતુ.

  આ અજાણી મહિલા માત્ર 4 દિવસના માસુમ બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ હોસ્પિટલ તંત્રને થતા ડૉકટર દ્વારા પોલીસને જાણ કરી હતી. અને તાત્કાલિક શિશુને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી.

  આપને જણાવી દઇએ કે આ મહિલાએ 31 માર્ચના રોજ બાળક મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ત્યારે તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જેથી તેના બે દિવસ બાદ તે ખાનગી હોસ્પિટલમાં બાળકને મૂકીને ફરાર થઇ ગઇ હતી.આ મહિલા જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે તેમણે પોતાનું નામ ડમી જાહેર કરી રજીસ્ટર કરાવ્યુ હતુ.  દિવસને દિવસે આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે.આ પહેલા પણ રાજ્યમાં  બાળકને તરછોડી દીધા હોવાની ઘટના સામે આવી ચુકી છે.  ત્યારે સવાલ એ થાય છે કોણ છે આ  બાળકની માતા ? શા માટે બાળકને ત્યજી દીધુ ? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
  First published:April 03, 2018, 11:23 am