સોમનાથ: છેલ્લા થોડા દિવસથી નવજાત ત્યજેલા બળકો મળવાનો સીલસીલો થમી જ નથી રહ્યો. ગીર સોમનાથના ડારી ગામે ત્યજેલી હાલતમાં બાળક મળી આવ્યું છે. ગીર સોમનાથના ડારી ગામે 7 દિવસનું બાળક મળી આવ્યું હતુ. ડારી ગામે પ્લાસ્ટિકની થેલીમાંથી અવાવરું જગ્યાએથી રાહદારીને બાળક મળતા પોલીસને જાણ કરી બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવમાં આવ્યું છે.
ગીર સોમનાથના વેરાવળ તાલુકાનું ડારી ગામમાં રાત્રિના સમયે નિર્જન રસ્તા પરથી પસાર થઈ રહેલા જાવેદભાઈ શામદાર અને તેમના મિત્રોને રસ્તાની નજીકની ઝાડીઓમાં ધીમો એવો અવાજ આવી રહ્યો હતો. યુવાનો આ અવાજ શેનો છે તે જોવા ગયા અને જે દ્રશ્ય જોઇને પથ્થર દિલ વ્યક્તિનું પણ હૃદય પીગાળી નાંખે તેવું હોય છે. આ બાળકના શરીર પર કાદવ ચોંટેલું હતુ. તેના શરીર પર ઘા હતા અને ચામડી છોલાઇ ગઇ હતી અને લોહી પણ નીકળી રહ્યું હતુ. આ નાનકડા બાળકને પ્લાસ્ટિકની થેલીમાં રાખવામાં આવ્યું હતુ જેનાથી તેનો શ્વાસ પણ રુંધાતો હતો. આ બાળકને જાણે જગતનો તાત મદદ કરવા માંગતો હતો તે રીતે ત્યાંથી પસાર થતા લોકોને ખૂબ તીણો અવાજ આવ્યો અને આ બાળકને જીવન મરણની જંગમાં ડારી ગામના લોકોનો સાથ મળ્યો.
ગામ લોકો દ્વારા સોમનાથ મરીન પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી. જાણ બાદ, પોલીસ અને 108 વાયુવેગે ઘટના સ્થળે પહોંચ્યા. ડારી ગામનો મેડિકલ સ્ટાફ પણ બાળકની સાથે 108માં ઈમરજન્સી કેસ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચ્યો. અગાઉ જ મળેલા સંદેશને કારણે ડોક્ટર અજય ઝાલા અને તેમનો મેડિકલ સ્ટાફ બાળકની સારવારની તૈયારી કરી ચૂક્યો હતો.
તપાસ કરતા ડોક્ટરને ખ્યાલ આવ્યો કે બાળકને જન્મ સમયથી જ કમળો હશે અને તેની ઉંમર સાત કે આઠ દિવસ હોય શકે છે. બાળકને કમળાની સારવાર માટે જરૂરી ઇન્જેકશન અને દવાઓ આપવાથી બાળકની સ્થિતિમાં ઘણો સુધાર જોવા મળ્યો હતો. અને આ રીતે કમળાની સામે જન્મ થીજ અને દુર્ભાગ્ય અને મૃત્યુની સામે કલાકોથી જંગે ચડેલા આ 7-8 દિવસના ફૂલ જેવા બાળકનો જીવન મરણના યુદ્ધમાં વિજય થયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર