Home /News /kutchh-saurastra /ગીર સોમનાથ: સગીરાને રસોડામાં ખેંચી જઇ દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

ગીર સોમનાથ: સગીરાને રસોડામાં ખેંચી જઇ દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

સગીરાને રસોડામાં ખેંચી જઇ દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

ફરિયાદ બાદ નવાબંદર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ઉના નવાબંદર ગામે પોસ્કો તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ બાદ નવાબંદર પોલીસે ગણતરીના કલાકોમાં  જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    ઉના તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ રેટ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે.  આરોપીઓને પોલીસનો ભય ન રહ્યો તેવી પણ ચર્ચા થઇ રહી છે. કારણ કે ઉના શહેર અને ગ્રામ્યમાં બે જેટલા કૌભાંડના બનાવ સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા નવાબંદર ગામના જ બે માથાભારે તત્વો દ્વારા ગામની યુવતીનો અભ્યાસ તેમજ સગાઈ તોડાવી નાખી હતી. ત્યાર બાદ વધુ એક ઉનાના નવાબંદર પોલીસ સ્ટેશન માં 376 સાથે પૉસ્કોની ફરિયાદ નોંધાતા ચકચાર વ્યાપી છે.

    આ પણ વાંચો: ખેડબ્રહ્મામાં તમામ સુવિદ્યાઓથી સજ્જ પ્રાથમિક શાળા

    પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ, પાલડી ગામે રહેતો અક્ષય ધીરૂ બારૈયાએ નજીક આવેલા તડ ગામે તેમના સંબંધીના ઘરે સગીરવયની યુવતીને મળવા માટે બોલાવી હતી.  ત્યાર બાદ શખ્સ યુવતીનો હાથ પકડી ઘરના રસોડામાં લઇ ગયો હતો અને તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ આ વાત કોઇને કહીશ કે પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે સમગ્ર ઘટના બાબતે ભોગ બનનાર યુવતીના ભાઇએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોસ્કો તેમજ દુષ્કર્મ સહિતનો ગુનો નવાબંદર મરીન પોલીસે નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી અક્ષય બારૈયાને ઝડપી પાડ્યો હતો. અને આગળની વધુ તપાસ હાથધરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gir Somnath Crime, Gujarat News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन