સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર બનવાની શરૂઆત, બંદરોમાં બે નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર બનવાની શરૂઆત, બંદરોમાં બે નંબરનું સિગ્નલ
કોડિનાર દરિયોની તસવીર
13મી જૂને વહેલી સવારે વાયુ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે ત્યારે તેની શરુઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના દરિયો ગાંડો તૂર બનવાની શરૂઆત થઇ ગઇ છે.
દિનેશ સોલંકી, ગીરસોમનાથઃ 13મી જૂને વહેલી સવારે વાયુ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે ત્યારે તેની શરુઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના દરિયો ગાંડો તૂર બનવાની શરૂઆત થઇ ગઇ છે. સાથે સાથે ભારે પવન ફૂંકાવાના કારણે માંડવીમાં પણ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાો પણ બનવા લાગી છે. સમગ્ર તંત્ર એલર્ટ ઉપર છે.
મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના કોડીનારના માઢવાડ દરિયામાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માઢવાડનો દરિયો ગાંડો તુર બન્યો છે. દરિયાના મોજા કિનારાના મકાન સુધી પહોંચવા લાગ્યા છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેના પગલે આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ વેરાવળ રેન્જના દરિયા કિનારા નજીક રહેતા 13 જેટલા સિંહોને વનવિભાગે સલામત અને ઊંચાણ વાળી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત જૂનાગઢ માંગરોમાં બારા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને જરૂર પડે તો સ્થળાંતર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ચોરવાડમાં પણ દરિયા નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે માંડવી તાલુકાના વિવિધ વિસ્તારોમાં સિઝનના પ્રથમ વરસાદ સાથેના વાવાઝોડાથી ઠેરઠેર નુકસાન થવા લાગ્યું છે. માંડવી ઝાંખવાવ રોડ ઉપર ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. ફૂલવાડી ગામ આગળ વીજ લાઇન ઉપર ઝાડ તૂટી પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર