Home /News /kutchh-saurastra /Gir Somnath: ગુજરાતનાં દરિયાકાંઠે 650થી વધુ પ્રકારની જોવા મળે છે માછલીઓ, આ માછલીની કિંમત સૌથી વધુ
Gir Somnath: ગુજરાતનાં દરિયાકાંઠે 650થી વધુ પ્રકારની જોવા મળે છે માછલીઓ, આ માછલીની કિંમત સૌથી વધુ
ગુજરાતનાં દરિયાકાંઠે 650થી વધુ પ્રકારની માછલીઓ જોવા મળે છે
વેરાવળ બંદર માછીમારી ઉદ્યોગના હબ તરીકે ઉપસી આવ્યું છે. વેરાવળમાં આવેલી કોલેજ ઓફ ફીશરીઝ સાયન્સ (College of Fisheries Science, Veraval) (કામધેનુ યુનિવર્સિટી) વેરાવળમાં માછલીઓ પર વિવિધ સંશોધન પણ કરવામાં આવે છે.
Bhavesh Vala, Gir Somnath: ગુજરાત પૂરી દુનિયામાં પોતાના વેપાર ધંધાને લઈને પ્રખ્યાત તો છે જ તે ઉપરાંત માછીમારી ઉદ્યોગમાં (Fishing industry in Gujarat) પણ ગુજરાત અવ્વલ કહી શકાય એવું રાજ્ય છે. ગુજરાત પાસે ભારતના બીજા રાજ્યો કરતાં સૌથી લાંબો સમુદ્ર કિનારો છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો (Longest coastline of 1,600 Km) છે. ત્યારે વેરાવળ બંદરમાછીમારી ઉદ્યોગનાહબ તરીકે ઉપસી આવ્યુંછે. વેરાવળમાં આવેલી કોલેજ ઓફ ફીશરીઝ સાયન્સ (College of Fisheries Science, Veraval) (કામધેનુ યુનિવર્સિટી) વેરાવળમાં માછલીઓ પર વિવિધ સંશોધન પણ કરવામાં આવે છે. વેરાવળ કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સના પ્રિન્સિપાલ ડો. એસ. આઈ. યુસુફએ જણાવ્યું કે રાજ્યમાં સૌપ્રથમ ફિશરીઝ કોલેજની સ્થાપના વેરાવળમાં કરવામાં આવી હતી. અહીં ગુજરાત અને ભારતભરના છાત્રો સ્નાતકક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ અર્થે આવે છે.
દરિયા ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત રાજ્ય અને ખાસ કરીને વેરાવળની વાત કરીએ તો વેરાવળ સમગ્ર ભારતમાં દરિયાઈ માછલીના ઉત્પાદન ક્ષેત્ર સૌથી મોટું હબ છે.તેમણે જણાવ્યું કે, છેલ્લા સંશોધન મુજબ રાજ્યનાં દરિયા કિનારે 650 પ્રકારની માછલીઓની પ્રજાતિ જોવા મળે છે. જેમાં કોલેજ ઓફ ફીશરીઝ સાયન્સ દ્વારા આશરે 250 જેટલી પ્રજાતિઓ નોંધવામાં આવેલી છે. તેના ઉપર પણ અત્યારે સંશોધનનું કામ ચાલું છે.
વેરાવળ સહિત દરિયા કિનારે ખૂબ જ સારા પ્રકારની પૌષ્ટિક તત્વો ધરાવતી અને સારામાં સારી કિંમત આપતી માછલીઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને પાપલેટ, લોબસ્ટર, દરિયાઇ ઝીંગા, ચુરમાઈ, શાર્ક, ઘોલ માછલી જેમાંથી આઇસીન ગ્લાસ નામનું દ્રવ્ય બનાવવામાં આવે છે. અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખુબ જ સારામાં સારી કિંમત ઉપજે છે.
વેરાવળ બંદરનું પણ ભારતના મત્સ્ય ઉત્પાદનમાં મોટુ યોગદાન છે. વેરાવળ બંદર પરથી આશરે 5,000 જેટલી બોટ માછીમારી માટે દરિયામાં જાય છે. જો માછલીઓની કિંમતની વાત કરવામાં આવે તો પાપલેટ રૂપિયા 1500, લોફસ્ટર રૂપિયા 1500 થી 2000, દરિયાઈ ઝીંગાનું રૂપિયા 400 થી 500 પ્રતિ કિલ્લો જેટલી કિંમત ઉપજે છે.
આ ઉપરાંત ઘોલ માછલીની 5 લાખ સુધી પણ કિંમત હોય છે. તજજ્ઞોનાં જણાવ્યા અનુસાર, વેરાવળમાં આશરે 200 જેટલા નાના - મોટા ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝ એકમો કાર્યરત છે. જે દરિયાઈ માછલીની પ્રોસેસીંગ કરી અમેરિકા, યુરોપ, ચાઇના, તાઇવાન, થાઈલેન્ડ તથા મધ્ય એશિયાના વિવિધ દેશોમાં નિકાસ કરે છે. રાજ્યના દરિયામાં 650 જેટલી માછલીઓની પ્રજાતિઓ આવેલી છે. જેમાંથી કેટલીક માછલીઓની કિંમત આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સારી ઉપજે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર