ગીર સોમનાથઃ ડોલસા ગામમાં પશુઓમાં હડકવાથી ભયનો માહોલ, 15થી વધુ ગાયોના મોત

News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
ગીર સોમનાથઃ ડોલસા ગામમાં પશુઓમાં હડકવાથી ભયનો માહોલ, 15થી વધુ ગાયોના મોત
હડકવા ગ્રસ્ત ગાયની તસવીર

કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં છેલ્લા 5-7 દિવસથી ગામમાં રખડતા પશુઓને હડકવા થવાના કારણે 15થી વધુ ગાયોના મોત થયા છે.

  • Share this:
દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ ગીર સોમનાથના ડોળાસા ગામમાં રખડતા પશુઓને હડકવા થયો હોવાની સમાચાર છે. હડકવાના કારણે ગામમાં 15થી વધુ ગાયોના મોત થયા છે. જેના પગલે તંત્ર દોડતુ થયું છે જ્યારે પશુપાલકો અને ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી પ્રમાણે કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં છેલ્લા 5-7 દિવસથી ગામમાં રખડતા પશુઓને હડકવા થવાના કારણે 15થી વધુ ગાયોના મોત થયા છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ ગામમાં 15થી વધુ ગાયોને હડકવા થવા લાગ્યો છે. આ હડકાવાને કારણે 15 જેટલી ગાયોના મોત થાય છે. રોજ બે ત્રણ ગયો ને હડકવા થાય છે. જેમાં ગાયોના મોમાંથી લાળ ટપકવા લાગે છે. અને મહિલાઓ બાળકો સહિત વાહન ચાલકોની પાછળ દોડી મારવા લાગે છે. માટે હવે ગામના યુવાનો દ્વારા આ પ્રકારે જો કોઈ પશુ નજરે પડે તો તેમને બાંધી દેવા આવે છે. તેમજ કોડીનાર પશુપાલક ચિકિત્સક ને પણ જાણ કરવા આવી છે.

ડોલસા ગામમાં રખડતા પશુઓમાં હડકવા થવાના કારણે આજે આખું ગામ અસમંજમાં મુકાયું છે. ગામમાં મોટાભાગમાં લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોઈ પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે હાલ તો રખડતા પશુઓમાં હડકવા આવવાના કારણે 15થી વધુ ગાયોના મોત થયા છે. પરંતુ જો પાળતુ પેશીઓમાં પણ આ બીમારી લાગું પડે તો પશુપાલકોને રોવાનો વારો આવે. જેથી પશુ પાલકો આ રોગની વહેલી તકે રસીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-મારી કોઇએ માંફી માંગવાની જરૂર નથી, કોઇએ વચ્ચે પડવું નહીંઃ મોરારિ બાપુ

ગામના મહિલા સરપંચના પતિ પ્રતાપભાઈ મોરીએ કોડીનાર સરકારી પશુ ચિકિત્સકને જાણ કરતા તત્કાલિકના ધોરણે પશુ ચિકિત્સક ટીમે ડોલસા ગામે રખડતા પશુઓને રસી મુકવાનું કામ ચાલુ કરી દીધું છે. જ્યારે ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પશુઓને હડકવા થવા પાછળ કુતરાઓ અને શિયાળ જવાબદાર હોઈ છે. જયારે આ પ્રાણીઓને હડકવા થાય અને એ જયારે કોઈ પશુઓને કરડે પછી હડકવા થાય છે. બાદમાં જયારે પશુઓના મોમાંથી ટપકતી લાળ એક બીજા પશુઓના સંપર્કમાં આવે ત્યારે થાય છે. જોકે હાલ આ પશુઓને નિયત મુજબ હડકવાની રસી મુકવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
First published: September 15, 2019, 10:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading