દિનેશ સોલંકી, વેરાવળ: ગીર સોમનાથના (Gir somnath) વેરાવળ શહેરની પરણીતાએ ((married woman) સ્વિમિંગ ટ્રેનર (Swimming trainer) વિરુદ્ધ દુષ્કર્મની (molestation) નોંધાવી ફરિયાદ. થોડા દિવસ પહેલા કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં (Social media viral) વાયરલ થયા હતા. તરતા શિખવવાની લાલચ આપી સબંધો વધાર્યા અને બાદમાં ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હોવાની પરણિતાની ફરિયાદ કરી છે. વેરાવળ પોલીસે (Veraval Police) વડોદરાના સ્વિમિંગના ટ્રેનર વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડ્યો છે.
પીડિત પરણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી
પોલીસ ગિરફ્તમાં રહેલા આ યુવક પર વેરાવળની પરણીતાને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. વેરાવળની પરણીતાએ વેરાવળ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, વડોદરાનો પ્રકાશ શિમ્પી નામનો સ્વિમિંગ ટ્રેનર વર્ષ 2014માં વેરાવળ બાયપાસ વિસ્તારમાં એક હોટલમાં સ્વિમિંગના ક્લાસ કરાવતો હતો.
આરોપીની ફાઇલ તસવીર
પીડિત મહિલા સ્વિમિંગ શીખવા જતી જે દરમિયાન આરોપી પ્રકાશ શિમ્પીએ ધીમે ધીમે પરિચય કેળવી પરણીતાને પોતાની મોહજાળમાં ફસાવી દુષ્કર્મ આચરેલ અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેક વાર મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યાની પીડિત પરણીતાએ પોલીસ ફરિયાદમાં કેફિયત વર્ણવી છે.
પીડિત પરણીતાના 20 વર્ષીય પુત્ર અને પતિને પણ આ વીડિયો મોકલી
પીડિત પરણીતાના જણાવ્યા મુજબ, આરોપી પ્રકાશની બળજબરી વધતા અને પોતે તાબે ના થતા દુષ્કર્મનો વીડિયો પ્રકાશે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ પીડિત પરણીતાના 20 વર્ષીય પુત્ર અને પતિને પણ મોબાઈલ પર આ વીડિયો મોકલી માનસિક ત્રાસ આપ્યો હતો. વીડિયો વાયરલ થતા વ્યથિત બનેલી પીડિત પરણીતાની વ્હારે વેરાવળ પોલીસની શી (SHE) ટિમ કે જે, મહિલા અત્યાચાર અને સુરક્ષા માટે ખાસ કાર્યરત છે. તે ટિમના મહિલા પોલીસ દ્વારા પીડિતાને હિંમત આપી. જેથી પીડિતા પોલીસ ફરિયાદ માટે મક્કમ બનતા પોલિસે આરોપી પ્રકાશ શિમ્પી વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં વડોદરા ખાતેથી ઝડપી પડ્યો છે.
આ ઘટનાને પગલે વેરાવળ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જયારે હાલ તો પોલિસે આરોપી પ્રકાશ શિમ્પી વિરુદ્ધ દુષ્કર્મની કલમ આઇપીસી 376, 506-2, 376-2-n હેઠળ તેમજ વીડિયો વાઇરલ કરવાના ગુન્હામાં સાયબર ક્રાઇમ માટે આઈટી એકટ 66 - ઈ, 67, 67 (A) કલમ તળે ગુન્હો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. આરોપી મૂળ મહારાષ્ટ્ર નો અને વડોદરા ખાતે ખાનગી શાળામાં સ્વિમિંગ ટ્રેનર તરીકે નોકરી કરતો અને અપરણિત છે.