Home /News /kutchh-saurastra /Gir Somnath News: નિરાધારનો આધાર બન્યું માનવ સેવા ટ્ર્સ્ટ; તરછોડાયેલા લોકોની કરે છે અદભૂત સેવા

Gir Somnath News: નિરાધારનો આધાર બન્યું માનવ સેવા ટ્ર્સ્ટ; તરછોડાયેલા લોકોની કરે છે અદભૂત સેવા

માનવ સેવા ટ્ર્સ્ટ, ગીર સોમનાથ

વેરાવળ-જૂનાગઢ હાઈવે (Verval-Junagadh Highway) પર ડારી ટોલ પ્લાઝા પાસે નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ (Manav seva trust) આશ્રમ આવેલું છે

Bhavesh Vala, Gir Somnath: વેરાવળ-જૂનાગઢ હાઈવે (Verval-Junagadh Highway) પર ડારી ટોલ પ્લાઝા પાસે નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ (Manav seva trust) આશ્રમ આવેલું છે. અહી મનોરોગીને જમવાનું પુરૂ પાડી તેની સેવા કરવામાં આવે છે. અને તેમની પુરતી સારવાર કરવામાં આવે છે. આશ્રમના ઉપપ્રમુખ ધ્રુવભાઈ સોલંકીએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ આશ્રમમાં જે નિરાધાર હોય અથવા અસ્થિર મગજના હોય તેમજ રોડ પર રખડતા ભટકતા લોકો હોય કે જેનું આગળ પાછળ કોઈ હોતું નથી તેને આશરો આપવામાં આવે છે.

અત્યારે આશ્રમમાં 55 જેટલા વ્યક્તિ આશરો લઈ રહ્યા છે


ખાસ કરીને સોમનાથ રેલવેનું છેલ્લું સ્ટેશન છે. ત્યારે મનોરોગી લોકો ટ્રેનમાં બેસીને અહી આવી જાય છે. અહીં ટ્રેનનું છેલ્લું સ્ટેશન હોવાથી આગળ જઈ શકતા નથી. અને અહી ઉતરી જતા હોય છે.ઉપરાંત કેટલાક વ્યક્તિ અપસેટ થઈને બંદર પર પણ રખડતા હોય છે. આવા વ્યકિતને શોધી આશરો આપવામાં આવે છે. નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ આશ્રમ છેલ્લા પાંચ વર્ષથી વેરાવળમાં કાર્યરત છે. દર શનિવારે અને રવિવારે આશ્રમની ટીમ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, સીટી, હાઈવેના કેટલાક વિસ્તારોમાં જાય છે. અને રખડતા અને ભટકતા વ્યકિતને શોધી તેને આશ્રમ ખાતે લઈ આવવામાં આવે છે. આવા લોકોને સૌ પ્રથમ તો આશ્રમમાં તે સુરક્ષિત હોવાની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત તેને કપડા, વાળ અને દાઢી થતા મેડિકલ સારવાર આપવામાં આવે છે.મનોરોગીની સારવાર માટેદર માસે સિવિલ હોસ્પિટલ તરફથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો:   નાળીયેર ઉત્પાદનમાં ગુજરાતની આગેકૂચ: ગુજરાતનાં નાળીયેર પહોંચ્યા જમ્મુ-કાશ્મીર

મનોરોગીઓને દર મહિને સિવિલ હોસ્પિટલમાંથી જરૂરી દવા પણ પુરી પાડવામાં આવે છે. જેમ જેમ તે રીકવર થાય ત્યાર બાદ તેની પૂછપરછ કરવામાં આવે છે. અને પાકાપાયે તેમનું સરનામું જાણવામાં આવે છે. જે બાદ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેના પરિવારજનોને શોધવામાં આવે છે. અને તેને આશ્રમ ખાતે બોલાવવામાં આવે છે. પાંચ વર્ષમાં 32 જેટલા મનોરોગી સાજા થતા તેનું પરિવાર સાથે મિલન થયું છે.નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ આશ્રમમાં પ્રમુખ જનકભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ 6 વ્યક્તિનો સ્ટાફ ફરજ બજાવે છે. જે નિરાધાર અને મનોરોગીની સેવા કરે છે. તદૂપરાંત જન્મદિવસ હોય, પુણ્યતિથિ કે મેરેજ એનિવર્સરી હોય ત્યારે લોકો સંસ્થાનો સંપર્ક કરી જમણવારનું દાન પણ કરે છે.

આ સંસ્થાના ધ્રુવભાઈ સોલંકીના સંપર્ક નંબર: +91 7226045509
First published:

Tags: Gir Somnath news, Gir Somnath Samachar, ગીર, ગીર સોમનાથ