ગીર સોમનાથઃ લગ્નના બીજા દિવસે લૂંટેરી દુલ્હન છૂમંતર, દુલ્હાનો આપઘાત

News18 Gujarati
Updated: February 25, 2019, 9:58 AM IST
ગીર સોમનાથઃ લગ્નના બીજા દિવસે લૂંટેરી દુલ્હન છૂમંતર, દુલ્હાનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

આમોદ્રા ગામે લગ્નના બીજા દિવસે જ લૂટેરી દુલ્હન નાસી જતા તેનાથી લાગી આવતા દુલ્હાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ ગીર સોમનાથ જિલ્લાના ઉનાના આમોદ્રા ગામે લગ્નના બીજા દિવસે જ લૂટેરી દુલ્હન નાસી જતા તેનાથી લાગી આવતા દુલ્હાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે સ્વજનો દ્વારા દલાલને પકડવાની માંગ સાથે આંદોલન કરવાની ફરજ પડી છે. આ યુવાનના આપઘાતથી ઘટનામાં પોલીસે આઠ શખ્સો સામે ફરિયાદ દાખલ કરતા જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમેટી લેવામાં આવ્યું હતું. અને મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આમોદ્રા ગામમાં દલિતવાસમાંવિધવા માતા જાહીબેન સાથે રહેતા 24 વર્ષીય બાબુભાઇ સીદીભાઇ ઉ.વ.24 મજૂરીકામ કરી ગુજરાનચલાવતો હતો. બાબુભાઇના લગ્ન થતા ન હોવાથી તેથી ગરાળ ગામે ગોરપદાનું કામ કરતા ભાણભાઇ અમરાભાઇ સાથે સંપર્ક કરી લગ્ન કરવાનું કહેતા રૂ. બે લાખમાં લગ્ન કરાવી આપવાનું નક્કી થયું હતું.

જે પૈકી રૂ.60,000 આપી દેવામાં આવ્યા હતા. ભાણાભાઇ ગત.21-2ના રોજ મહારાષ્ટ્રની 35 વર્ષીય શોભનાબેનને લઇ મહિલા દલાલ હસીના મમતા સાથે આવેલી અને આમોદ્રા ગામે સાદાઇથી લગ્ન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-ભુજઃ 14 વર્ષીય તરૂણી ઉપર દુષ્કર્મ, 4 માસનો ગર્ભ રહી ગયો

બાદમાં તા.22મીએ ઉના ખરીદી કરવા જવું છે તેમ કહેતા બાબુ અને શોભના ઉના ખીદી કરવા ગયા હતા. ઉના એસટી બસ સ્ટેશનમાં બાથરૂમ કરવાજઉ છું તેમ કહી ગુમ થઇ જતા શોધવા છતાં નહીં મળતા મનમાં લાગી આવ્યું હતું. અને બાબુભાઇએ ગાળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
First published: February 25, 2019, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading