Home /News /kutchh-saurastra /Gir Somnath: 30 વર્ષીય યુવકે નાળિયેરી પર કર્યું સંશોધન, વિક્સાવી નવી જાત !

Gir Somnath: 30 વર્ષીય યુવકે નાળિયેરી પર કર્યું સંશોધન, વિક્સાવી નવી જાત !

લોટન

લોટન નાળિયેરીમાં પરાગ લગાડતો યુવક 

ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત પાક વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને વેરાવળ પંથકમાં નાળિયેરી વાવેતર વધુ છે. ત્યારે મેઘપૂરમાં એક 30 વર્ષીય યુવક નાળિયેરીનું ફલીકરણ કરી રહ્યો છે. અને દેશી અને લોટન નાળિયેરીમાંથી ડી. ટી નાળિયેરી જાતનો રોપ તૈયાર કરે છે. 

વધુ જુઓ ...
    Bhavesh Vala, Gir Somnath: બાગાયત ખેતી માટે પ્રખ્યાત ગીરમાં મોટા પ્રમાણમાં નાળિયેળીની ખેતી થાય છે, અહીં અંદાજે 8579 હેક્ટર જમીનમાં નાળીયેરીનું વાવેતર કરવામાં આવે છે. આટલા માટે ઉત્પાદનને ધ્યાને રાખી અહીંના ખેડૂતો વિવિધ અખતરા પણ કરી રહ્યાં છે. આવું જ એક સંશોધન વેરાવળ તાલુકાના મેઘપૂર ગામના એક યુવકે કર્યું છે. આ યુવકે નાળિયેરીનું ફલીકરણ કરવાનું શરૂ કર્યું છે. ફલીકલરણ એટલે કે બે વિવિધ જાતને મિક્સ કરીને એક નવી જાત વિક્સાવવામાં આવે છે. આ યુવકે પોતાના જ નાળિયેરીના બગીચામાં આ પ્રયોગ કર્યો હતો અને તેને સફળતા પણ મળી છે. તો કેવું છે આ સંશોધન અને તેનું પરિણામ મળ્યું તે આવો જાણીએ.

    વેરાવળ તાલુકાના મેઘપૂર ગામે રહેતા 30 વર્ષીય કરશનભાઇએ ઘરના જ બગીચામાં નાળિયેરનું ફલીકરણ શરૂ કર્યું છે. કરશનભાઇ દ્વારા  દેશી નાળિયેરીમાંથી પરાગ લઇ લોટન નાળિયેરીમાં લગાડવામાં આવે છે. જેમાંથી જે રોપ તૈયાર થાય છે. તે ડી. ટી જાત કહેવાય છે. આ પ્રોસેસ માટે લોટન નાળિયેરી ઓછામાં ઓછી 10 થી 12 અને દેશી નાળિયેરી 20 વર્ષથી વધુ સમયની હોવી જોઇએ. અહીં દેશી નાળિયેરીમાંથી પરાગ લઈ અને તેમનો પાવડર તૈયાર કરવામાં આવે છે. જે પાવડર લોટન નાળિયેરીમાં લગાડવામાં આવે છે. જેનાથી નાળિયેરીનું ફલીકરણ થાય છે.

    20 થી 22 માસનો સમયગાળો લાગે છે

    આ સમગ્ર પ્રક્રિયા કર્યા બાદ જે નાળિયેર તૈયાર થાય છે. તેને ડી.ટી. નાળિયેર કહેવામાં આવે છે. શરૂઆતથી સમગ્ર પ્રોસેસથી માંડી રોપો તૈયાર થાય છે ત્યાં સુધીમાં 20 થી 22 માસનો સમયગાળો લાગે છે. કરશનભાઇ વધુમાં જણાવ્યું હતું કે તેઓ મહુવા કોકોનેટ સેન્ટર છે ત્યાં ગયા હતા. ત્યારે ત્યાં આ સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી. ત્યારથી તેમને વિચાર આવ્યો અને તેના બગીચામાં જ નાળિયેરીનું ફલીકરણ શરૂ કરી દીધું હતું. છેલ્લા ત્રણ વર્ષથી તે દેશી નાળિયેરીનો પરાગ લોટન નાળિયેરી જાતમાં લગાડી ડી.ટી. નાળિયેરીનો રોપ તૈયાર કરે છે. ડી.ટી. નાળિયેરીના એક રોપાની કિંમત રૂપિયા 500 ઉપેજે છે.

    અન્ય જિલ્લાઓમાં પણ કરવામાં આવે છે રોપાનું વેચાણ

    ડી.ટી. નાળિયેરી જાતના રોપા તૈયાર કરી તે સ્થાનિક વિસ્તારની સાથે સાથે ઉના, પોરબંદર, જામનગર, ભરૂચ અને કચ્છ જેવા વિસ્તારમાં રોપાનું વેચાણ કર્યું છે. આ નાળિયેરીના ઉત્પાદન અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડી. ટી નાળિયેરી છે. તે અન્ય નાળિયેરી કરતા વધુ ઉત્પાદન આપે છે. જેનું વાવેતર કર્યા પછી ત્રણ વર્ષમાં તેમાં નાળિયેરની આવક શરૂ થઇ જાય છે. ડી.ટી નારિયળીમાં 20 થી 22 દિવસમાં નાળિયેર તૈયાર થઇ જાય છે. અને મહિને 35 જેટલા નાળિયેરની આવક આપે છે. મેઘપૂર ગામમાં યુવકે પોતાના જ બગીચામાં નાળિયેરીનું ફલીકરણ શરૂ કર્યું છે. જેના માટે કરશનભાઇ નાળિયેરીમાં દરરોજ નિયમિત રીતે દેખ રેખ રાખે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Coconut, Gir Somnath news, Research, ખેડૂત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन