ઉનાઃ આરોપીએ વીડિયો પોસ્ટ કરી કહ્યું 'PIએ ચેમ્બરમાં મારું શારીરિક શોષણ કર્યું'

News18 Gujarati
Updated: October 28, 2018, 7:22 AM IST
ઉનાઃ આરોપીએ વીડિયો પોસ્ટ કરી કહ્યું 'PIએ ચેમ્બરમાં મારું શારીરિક શોષણ કર્યું'
યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમે ક્લેક્ટર અને એસપીને મદદ કરવા અને પોલીસના ત્રાસથી બચાવી લેવા માગણી કરી.

યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમે ક્લેક્ટર અને એસપીને મદદ કરવા અને પોલીસના ત્રાસથી બચાવી લેવા માગણી કરી.

  • Share this:
ગીર સોમનાથના ઉનામાં પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી જવા પામી છે, યુવકે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આરોપ લગાવ્યો કે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની ચેમ્બરમાં શારીરીક શોષણ કર્યું.

પ્રાથમિક વિગત પ્રમાણે ઉનામાં પ્રકાશગીરી ગોસ્વામી નામના યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમે ક્લેક્ટર અને એસપીને મદદ કરવા અને પોલીસના ત્રાસથી બચાવી લેવા માગણી કરી છે, વીડિયોમાં શખ્સે જણાવ્યું કે તેના વિરુદ્ધમાં થયેલી એક અરજીના સંદર્ભમાં ઉના પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ તેને પકડી પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા, જ્યાં રાતભર લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે તેને ઇન્સ્પેક્ટર ખાંભવાની ચેમ્બરમાં લઇ જવામાં આવ્યો હતો.

શખ્સે વધુમાં જણાવ્યું કે ઇન્સ્પેટક્ટર ખાંભવાની ચેમ્બરમાં મને કોન્સ્ટેબલે માર માર્યો ત્યારબાદ ગોઠણભેર બેસાડ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરે અપ્રાકૃતિક સેક્સ કરવાની ફરજ પાડી હતી. વીડિયોમાં પોતાની વાત કરતાં કરતાં પ્રકાશ રડવા લાગ્યો હતો. પોલીસ તેને મારી નાખશે જેથી વહેલી તકે ક્લેક્ટર અને મામલતદારને મદદ કરવા વિનંતી કરી હતી.

શું કહેવું છે પોલીસ ઇન્સ્પેક્ટરનું ?

એક તરફ યુવકે વીડિયોમાં પોતાની આપવીતી જણાવી છે, તો બીજી બાજુ ઉના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ખાંભવાનું કહેવું છે કે 20 દિવસ પહેલા જ પ્રકાશની કલમ 151 હેઠળ ધરપકડ કરી હતી. પ્રકાશના આરોપ સદંતર ખોટા છે, પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લાગેલા છે, જો કે ઇન્સ્પેક્ટરે એમ પણ કબૂલ્યું કે તેમની ચેમ્બરમાં સીસીટીવી લાગેલા નથી.
Published by: Sanjay Vaghela
First published: October 27, 2018, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading