મહાશિવરાત્રીએ સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લુ રહેશે, 3 દિવસ ભવ્ય લોકરંગ મહોત્સવ યોજાશે


Updated: February 11, 2020, 5:04 PM IST
મહાશિવરાત્રીએ સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લુ રહેશે,  3 દિવસ ભવ્ય લોકરંગ મહોત્સવ યોજાશે
સોમનાથ મંદિર (ફાઈલ ફોટો)

આ કાર્યક્રમમાં ભારતના ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોક કલાકારો લોક સંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે.

  • Share this:
આસ્થાનું પર્વ એવું મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યોના નાના મોટા શિવમંદિરોમાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ત્યારે ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ એટલે કે સોમનાથમાં પણ મહાશિવરાત્રીને લઇ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ભવનાથની તળેટી ખાતે નાગા સાધુઓની રવેળી નીકળતી હોઈ છે, જેની પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સાથે જ સોમનાથ મંદિર ખાતે પણ ત્રણ દિવસના ઉત્સવની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. શિવરાત્રી દરમિયાન સોમનાથ મંદિર સતત ૪૨ કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મહાદેવના દર્શન કરી શકશે.

સોમનાથમાં ૨૦ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં ભારતના ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોક કલાકારો લોક સંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે. ૨૦ તારીખ થી સતત ૭૨ કલાક ચાલનારા આ મહોત્સવ સોમનાથના સાનિધ્યમાં યોજાશે.

સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રીએ સવારે ૪ વાગ્યે ખુલશે જે ૨૨ ફેબ્રુઆરી રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે. એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાક ખુલ્લું રહેશે. મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ, ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, અનુષ્ઠાનો અને સંધ્યા શણગાર તથા સવારે સોમનાથ મહાદેવની પાલખી સાથેની શોભાયાત્રા ધૂન, ભજન અને વેદમંત્રો સાથે સોમનાથ મહાદેવ મંદિર પ્રદક્ષિણા કરશે. સમગ્ર સોમનાથ મંદિરને ફૂલોનો શણગારથી સુશોભિત કરાશે.

તો બીજી તરફ ભક્તો દ્વારા મંદિર પાસે ચાર જગ્યાએ ભોજન પ્રસાદ માટેના ભંડારા શરૂ થશે. જેનું આયોજન મહાદેવના ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે મધ્યરાત્રીએ ૧૨.૩૦ કલાકે બીજા પહોરની આરતી થશે. ત્યારબાદ ત્રીજા પહોરની રાત્રે ૩.૩૦ અને ચોથા પહોરની આરતી સવારે ૫.૩૦ વાગ્યે થશે. ઉલ્લેખનીય છેકે શિવરાત્રી પર દેશ વિદેશ થી ભાવિક ભક્તો સોમનાથ દર્શન માટે આવતા હોઈ છે જેને ધ્યાનમાં રાખીને રેલ્વેમાં વધારાના કોચ જોડવા અને વિશેષ ટ્રેન જૂનાગઢ સોમનાથ વચ્ચે ચલાવવા માંગણી પણ કરવામાં આવી છે.
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर