cyclone tauktae : ગીરસોમનાથમાં મોબાલઇનો ટાવર ધરાશાયી, ઘટનાનો Live Video થયો વાયરલ

વાયરલ વીડિયોમાંથી લેવાયેલી તસવીર, નોંધ વીડિયો UGC એટલે કે યૂઝર જનરેટેડ કન્ટેન્ટ છે.

ગીરસોમનાથમાં વાવાઝોડાની અસર, અનેક ઠેકાણે મકાનના છાપરા ઉડ્યા, હવે વાવાઝોડું ગમે તે ઘડીએ ત્રાટકે એવી સ્થિતિ

 • Share this:
  દિનેશ સોલંકી, ગીરસોમનાથ : હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ તાઉ'તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે. સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ ‘તાઉ’તે’ (cyclone tauktae) વેરાવળથી દક્ષિણ-પૂર્વમાં 220 કિમી દૂર છે અને તે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે રાત્રે 8 થી 11 વાગ્યા વચ્ચે દિવથી 20 કિમી પૂર્વમાં આવી પહોંચશે અને પોરબંદરથી મહુવા વચ્ચે ટકરાવાની સંભાવના છે. આ સમયે તેની ગતિ 155થી 165 કિમી પ્રતિ કલાકની હોવાનો અંદાજ છે. જોકે, આ વાવઝોડું ત્રાટકે એ પહેલાં જ ગીરસોમનાથમાં મોબાઇલનો ટાવર (Mobile Tower) ધરાશાયી થવાનો એક લાઇવ વીડિયો (Live Video) સામે આવ્યો છે.

  ગીરસોમનાથમાં આ વીડિયો વાયરલ થયો છે, જેમાં મોબાઇલનો ટાવર પત્તાના મહેલની જેમ ક઼ડડભૂસ થયો છે. આ વીડિયો કોઈ સ્થાનિક દ્વારા લેવામાં આવ્યો છે પરંતુ જિલ્લાના ક્યા શહેરનો છે તેની પુષ્ટી નથી. સંભવત: સાંજે ટાવર ખાબક્યો એ વાવાઝોડા પહેલાનો વીડિયો હશે.

  વાવાઝોડાના તમામ સમાચારો વાંચવા અહીંયા ક્લિક કરો

  હાલમાં વાવાઝોડું આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ત્રાટક્યું નથી. જોકે, એ પહેલાં પણ ગીરસોમનાથમાં અનેક ગામોમાં વીજળી ગુલ છે અને મકાનોના છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે.

  આ પણ વાંચો : સુરત : દબાણ હટાવવા ગયેલી ટીમ પર માલધારીઓએ કર્યો જીવલેણ હુમલો, રામજી-લાલા ભરવાડની દાદાગીરી

  આજે બપોરે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમમાંથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. પંકજ કુમારે જણાવ્યું કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના પગલે આવતીકાલ સુધી વલસાડથી દિવ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગિરસોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ભરુચ, આણંદ, બોટાદ, ખેડા, મોરબી, દક્ષિણ અમદાવાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે.  234 વીજ પોલ, 66 વૃક્ષો અત્યારસુધીમાં થયા ધરાશાયી

  અત્યાર સુધીમાં 234 વીજપોલ, 66 વૃક્ષ પડી ગયાં છે, જ્યારે કેટલાંક કાચાં મકાનોને નુકસાન થયું છે. આ સિવાય, છ જેટલા બંધ થઈ ગયેલા રસ્તાઓને પુન: શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે પવનના કારણે કુલ 629 સ્થળે વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો મળી હતી. જે પૈકી 474 ફરિયાદોનો નિકાલ કરી પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે.

  વાવાઝોડાના તમામ સમાચારો વાંચવા અહીંયા ક્લિક કરો

  રેપિડ રિસ્ટોરેશન ટીમની રચના

  આ પ્રકારની નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા અને તેનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ-RRRની રચના કરી આ પ્રકારની ઘટનાઓનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ અપાઈ છે. આ ટીમમાં 661 વીજ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગની 287 ટુકડીઓ, વનવિભાગની 276 ટુકડીઓ અને મહેસૂલ વિભાગની 367 ટુકડીઓનો સમાવેશ થાય છે.
  Published by:Jay Mishra
  First published: