ગીર સોમનાથ: વનના રાજા સિંહની ખેતરમાં ખુલ્લેઆમ લટાર, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: April 16, 2018, 4:54 PM IST
ગીર સોમનાથ: વનના રાજા સિંહની ખેતરમાં ખુલ્લેઆમ લટાર, જુઓ વીડિયો
News18 Gujarati
Updated: April 16, 2018, 4:54 PM IST
ગીરના જંગલોમાં સિંહની લટાર એ કોઈ નવી વાત નથી. અને ગીરના લોકો પણ આ સિંહો સાથે રહેવા માટે ટેવાય ગયેલા હોય છે. અને આમ પણ સિંહને જંગલનો રાજા પણ કહેવામા આવે છે. જેથી તે રાજો તો ગમે ત્યા આંટા મારતા જોવા મળી શકે છે.

ગીર સોમનાથ જિલ્લો એટલે સાંસ્કૃતિક ઐતિહાસિક વિરાસત ધરાવતો પ્રદેશ છે, કે જ્યાં વિશ્વભરના પ્રસિદ્ધ એવા એશિયાટિક સિંહો છે. આ જિલ્લો સૌના માટે અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સિંહનું એક પગલું પણ ધરતીને ધ્રુજાવે છે. ત્યારે ગીર જંગલ નજકી ખેતરમાં એક સિંહ ખુલ્લેઆમ લટાર મારતો જોવા મળ્યો. જે એક ખેડૂતે પોતાના કેમેરામાં કેદ કરી લીધો.

આમ વનરાજા વનમાં લટાર મારતા હોય તેવો વીડિયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમ આ ખેતરોમાં ખુલ્લેઆમ સિંહો આંટાફેરા મારતા જોઈ ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

નાના બાળકોથી માંડીને મોટા લોકો સુધી જંગલના રાજાને જંગલમાં લટાર મારતા જોવાની ઈચ્છા રાખતા હોય છે. લોકો અલગ અલગ રાજ્યમાંથી પૈસા ખર્ચીને છુટ્ટા સિંહોને જોવા માટે અહીં આવતા હોય છે. પરંતુ આ તો નસીબની વાત હોય છે. જેના નસીબમાં હોય તેને જંગલમાં લટાર મારતો સિંહ જોવા મળે છે.

First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर