ઉનાઃ કુદરતી હાજતે ગયેલા ખેત મજૂર ઉપર દીપડાએ કર્યો હુમલો

News18 Gujarati
Updated: May 8, 2019, 4:51 PM IST
ઉનાઃ કુદરતી હાજતે ગયેલા ખેત મજૂર ઉપર દીપડાએ કર્યો હુમલો
ઇજાગ્રસ્ત ખેત મજૂરી તસવીર

ઉનામાં ખેતરમાં કામ કરતા મજૂર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

  • Share this:
દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ દીપડાના માનવ ઉપર હુમલા થવા સામાન્ય બની ગયા હોય એમ આવી ઘટનાઓ અનેક વખત બની ગઇ છે. આવી જ એક ઘટના ઉનામાં બની છે. જ્યાં ખેતરમાં કામ કરતા મજૂર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે ઉના-કેસરિયા વચ્ચે આવેલા નાથળ ગામના ભાણાભાઈ બાબુભાઇ બાંભણીયા નામનો યુવાન ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાણાભાઇ આજે બુધવારે વહેલી સવારે પોતાના ઘરેથી તેમના ગામના એક ખેડૂતને ત્યાં મજૂરી માટે ગયો હતો.

તેઓ વાડીએ પહોંચતા જ ભાણાભાઈને પેટમાં તકલિફ હોવાને કારણે વાડી વિસ્તારમાં જાજરું કરવા જતા અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. પણ સદ્ભાગ્યે ભાણાએ બુમો પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. નાથળ ગામના ભાણાભાઈને દીપડાથી છોડાવી તાત્કાલિક ઉના શહેર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતા.

જ્યાં ડોક્ટર દવરા ભાણાભાઈને સારવાર આપવામાં આવી હતી. અને દીપડાએ ભાણાભાઈને માથા તેમજ ખભાના ભાગે ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. તેમજ વન વિભાગને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ખુંખાર દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણી દીપડાઓ દ્વારા અવાર નવાર લોકો પર હુમલાઓ કરતા હોય છે. ત્યારે વધુ એકવાર નાથળ ગામના યુવાન પર ખુંખાર દીપડાએ હુમલો કરતા સમગ્ર નાથળ ગામ ભય નીચે આવી ગયું છે. તેમજ વાડીએ કેમ જવું તે પણ વિચારી રહ્યા છે.
First published: May 8, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading