Home /News /kutchh-saurastra /

ગીર સોમનાથ: બંધ મકાનના રસોડામાં દીપડીએ આપ્યો બે બચ્ચાને જન્મ

ગીર સોમનાથ: બંધ મકાનના રસોડામાં દીપડીએ આપ્યો બે બચ્ચાને જન્મ

    ગીરસોમનાથ રેન્જના બાબરા વીડી નજીક રેવન્યુ વીસ્તારમાં બંધ મકાનના રસોડામાં દીપડીએ આપ્યો બે બચ્ચાને જન્મ. વાડી માલીકે વનવીભાગને જાણ કરતાં માતા સાથે બન્ને બચ્ચાનું કરાવ્યું મીલન. મોડી રાત્રે દીપડી બન્ને બચ્ચા ને લઈ અન્યત્ર જતી રહી.

    બાબરા વીડી નજીક રેવન્યું વાડી વીસ્તારમાં રહેણાક મકાનોની બાજુમાં બંધ મકાનના રસોડામાં એક દીપડીએ બે બચ્ચાને જન્મ આપ્યો હતો, જેની જાણ વાડી માલીકને તા. 21-4ના રોજ થઈ. કોઈ કામ માટે વાડી માલીક ઘરમાં જતાં ઘરમાં દીપડીને જોતા ગભરાયા હતા. દીપડી જતી રહ્યા બાદ મેણશીભાઈએ ઘરમાં તપાસ કરતાં રસોડામાં ઘાસ નજીક બે દીપડીના બચ્ચા જીવીત જોવા મળ્યાં સાથે આસપાસમાં દીપડી પણ આંટા મારતી જોઈ. તેણે તુંરત માળીયાહાટીના વનવીભાગને જાણ કરી હતી, બચ્ચા નાના હોય જેથી વનસ્ટાફે સતત તેના પર વોચ શરૂ કરી બે દીવસ બાદ રાત્રીના અંધકારમાં દીપડી બન્ને બચ્ચાને સલામત સ્થળે લઈ રવાના થયેલ જેથી વાડી માલીક અને વનવીભાગ બન્નેને હાશકારો થયો હતો.

    માળીયાહાટીના આરએફઓ એચ.વી.શિલુએ જણાવ્યું કે, બાબરા નજીક રેવન્યું વીસ્તારમાં મેણશીભાઈ નામના ખેડુતના બંધ મકાનમાં દીપડી તેમજ તેના બે બચ્ચા જોવા મળેલ જેની અમો ને જાણ કરતાં અમારા સ્ટાફ દ્રારા સતત દીપડી અને બચ્ચા પર વોચ રાખી હતી, તે દરમ્યાન ગઈ રાત્રીના દીપડી તેના બન્ને બચ્ચાને લઈ અને અન્ય સલામત સ્થળે જતી રહેલ અને બન્ને બચ્ચા તેની માતા સાથે સલામત જતા રહેતા સૌની ચિંતા હળવી બની છે.

    ​રીપોર્ટ - ભરતસિંહ જાદવ
    Published by:kiran mehta
    First published:

    Tags: Birth, Gir-somnath, Leopard, Two children

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन