Rescue operation: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ધબકતા વિસ્તાર રેલવે સ્ટેશન નજીક એક ધર્મશાળાના બંધ મકાનમાં દીપડો ઘૂસતા વન વિભાગ દ્વારા ત્રણ કલાકે મહામુસીબતે ટ્રેંક્યુલાઈઝ કરી દિપડાનું રેસ્ક્યુ કરાયું હતું.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: રાજ્યમાં ઘણી જગ્યાએ દીપડો આવ્યાના ઘણા બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર માનવ વિસ્તારમાં દીપડો આવ્યાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ધબકતા વિસ્તાર રેલવે સ્ટેશન નજીક એક ધર્મશાળાના બંધ મકાનમાં દીપડો ઘૂસતા વન વિભાગ દ્વારા ત્રણ કલાકે મહામુસીબતે ટ્રેંક્યુલાઈઝ કરી દિપડાનું રેસ્ક્યુ કરાયું હતું.
દીપડાને જોવા હજારો લોકો કુતલહ વશ એકઠા થયા
આજે બપોરે 3:30 થી 04:00 વાગ્યાની વચ્ચે વેરાવળ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનિવાસ ધર્મશાળામાં દીપડો ઘૂસી ગયાની જાણ ચોકીદાર દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. વેરાવળ રેન્જની વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી અને રેલવે સ્ટેશન વિસ્તાર ધબકતો વિસ્તારમાં દીપડાને જોવા હજારો લોકો કુતલહ વશ એકઠા થયા હતા. દીપડા જેવું હિંસક પ્રાણી જો લોકો વચ્ચે જાય તો ભયા સ્થિતિ સર્જાવાની બીક હતી.
વેરાવળ સીટી પી.આઈ સહિત તેમનો સ્ટાફ સ્થિતિની ગંભીરતાને સમજીને ધર્મશાળા બહારથી એકઠા થઈ ભીડને દૂર કરવામાં લાગી ગયો હતો. જયારે વન વિભાગ દ્વારા સિમાર એનિમલ કેર સેન્ટર ખાતેથી દીપડાને trankulice એટલે કે બેભાન કરવા માટે નિષ્ણાતોની ટીમ બોલાવી દીપડાને ટ્રેંકુલાઈઝ કરવા માટે સ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. કારણ કે દીપડો ધર્મશાળાના બંધ મકાનમાં ઉપલા અને નીચલા માળે આવજાવ કરી રહ્યો હતો.
ટ્રેંકયુલાઈઝર ગનથી નિશાન લગાવવું અઘરું બન્યું હતું
ઉલ્લેખનીય છે કે, દીપડાને બેભાન કરવા ટ્રેંકયુલાઈઝર ગન દ્વારા નિશાન લગાવવું ખૂબ જ અઘરું બન્યું હતું. દીપડાને પહેલું નિશાન લગાવતા તેને ઇન્જેક્શનની દવાની કોઈ અસર થઈ નહોતી ત્યારે તેને બીજી વખત ફરીથી ટ્રેંક્યુંલાઇસ કરતા દીપડો બેભાન થયો હતો. ત્યારે દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યા તેની તપાસ કરવામાં આવશે જો તેની હાલત સ્વસ્થ હશે તો તેને નેચરલ હેબિટાટમાં મુક્ત કરવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર