ગીર સોમનાથ : માનવભક્ષી દીપડાએ 30 વર્ષનાં યુવાનને ફાડી ખાધો, પરિવાર નિરાધાર

ગામ લોકો સાથે વન વિભાગની ટીમ

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર : કોડીનારના વિઠ્ઠલપુર ગામે ખુંખાર માનવભક્ષી દીપડાએ 30 વર્ષના યુવાક પર હુમલો કરીને ફાડી ખાધો છે. અજીત ભેડા નામનો યુવાન વહેલી સવારે પોતાની વાડીએ રાખેલા દુધાળા પશુઓને દોહવા જતા સમયે અચાનક ખુંખાર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેડૂત પુત્ર અજિત ભેડા નામનો યુવાન વહેલી સવારે પોતાની વાડીએ રાખેલા દુધાળા પશુઓને દોહવા જતા સમયે અચાનક ખુંખાર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. અંદાજે 30 વર્ષના આ યુવાને દીપડા સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કર્યો હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આટલા બધા ખુંખાર થયા છે કે, જાણે વન વિભાગ પણ તેની સામે લાચાર હોય તેવું લાગી રહ્યું. એટલેજ આજે વિઠ્ઠલપુર ગામના આ યુવાનને દીપડાએ ફાડી ખાધો.

  આ હુમલામાં યુવાનના માથાનો મોટાભાગનો ભાગ દીપડો ખાઇ ગયો છે. જોકે, ત્યારબાદ આસપાસના લોકોને ધ્યાને આવતા હાકલ બાદ દીપડો યુવાનને મૂકી નાસી ગયો હતો. આ બાદ સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરાઇ અને વનવિભાગે ઘટના સ્થળે પહોંચી પંચરોજ કામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે, ગીર અને ગુજરાતમાં છેલ્લામાં ઘણા સમયથી દીપડાઓના હુમલાઓ વધી રહ્યા છે. સમય જતાં આ હુમલાઓ એક ચિંતાનો વિષય બને તો નવાઈ નહિ. કેમ કે, દીપડાઓની સંખ્યામાં પણ દિનપ્રતિદિન એટલો જ વધારો થઈ રહ્યો છે.

  ગામ લોકો એકઠા થયા


  જોકે દીપડાને મારવો તે ગંભીર ગુનો છે અને દીપડાએ શેડ્યુલ-1 માં આવતું વન્યપ્રાણી છે. અને જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને તો વન્યપ્રાણી અધિનિયમ 1972-ની કલમ 51 મુજબ શિક્ષાને પાત્ર ગુનો બને છે. દીપડાનું મૃત્યુ નિપજવાના ગુનામાં કલમ 2 મુજબ 1 થી 6 વર્ષની જેલ તેમજ 5 હજારથી ઓછા નહિ અને 10 હજાર સુધી સજાની જોગવાઈ છે. જોકે વ્યક્તિ પોતાના સ્વબચાવ કે અન્યને બચાવવાના બનાવમાં કલમ 11- ખ/2 મુજબ ગુનો બનતો નથી. પરંતુ મનુષ્યને આત્મ રક્ષણ માટે સરકારે કોઈ વધુ જોગવાઈ કરવી જોઈએ. નહિ તો આ રીતે દીપડાના હુમલાથી અનેક ખેડૂતો અને મજૂરોના પરિવાર નિરાધાર થશે.  જૂનાગઢમાં સિંહે કિશોરીનો શિકાર કર્યો

  દસેક દિવસ પહેલા જૂનાગઢમાં સિંહે (Asiatic lion) મનુષ્યનું મારણ કર્યું હોય તેવો રેરેસ્ટ ઑફ રેર બનાવ સામે આવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે સિંહે હુમલો કરીને એક 17 વર્ષની કિશોરીને ફાડી ખાધી હતી. જ્યારે બીજી એક કિશોરી બચી જવા પામી છે. જૂનાગઢના વંથલી તાલુકાના ધણફુલિયા અને સોનેરડી ગામની વચ્ચે આવેલા વિસ્તારમાં હુમલાનો આ બનાવ બન્યો છે. જેમાં બે સિંહોએ પરપ્રાંતીય પરિવારની કિશોરીઓ પર હુમલો કરી દીધો હતો. વન વિભાગના સ્ટાફ અને બેથી ત્રણ સ્થાનિક લોકોએ સિંહના મુખમાંથી બાળકીને છોડાવવા માટે જીવ સટોસટનો જંગ ખેલ્યો હતો. જોકે, સિંહે બાળકીને મુખમાંથી છોડી દીધી ન હતી. સામાન્ય રીતે સિંહ મનુષ્યનો શિકાર કરતા નથી. ભાગ્યે જ બનતી આ ઘટનાથી ખુદ વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતુ.
  Published by:Kaushal Pancholi
  First published: