ઉનામાં મહિલાએ કુંવરજીને કહ્યું, 'રસ્તો નથી બનાવી શકતા તો મત લેવા શા માટે આવો છો?'

News18 Gujarati
Updated: July 19, 2018, 3:52 PM IST
ઉનામાં મહિલાએ કુંવરજીને કહ્યું, 'રસ્તો નથી બનાવી શકતા તો મત લેવા શા માટે આવો છો?'
વાંસોજ ગામની મુલાકાતે આવેલા મંત્રી બાવળિયા
News18 Gujarati
Updated: July 19, 2018, 3:52 PM IST
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને રોકેટ ગતિએ કેબિનેટ મંત્રી બની ગયેલા કુંવરજી બાવળિયાએ લોક રોષનો પરચો મળી ગયો છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અતિવૃષ્ટિનો ભોગ બનેલા ઉના તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. ઉના તાલુકાના વાંસોજ ગામની મુલાકાત દરમિયાન મંત્રીએ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. જોકે, એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા બાવળિયાએ આવું કંઈ બન્યાનો ઇન્કાર કરી દીધો હતો.

વીડિયા થયો વાયરલ

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાવળિયા એક ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. ઘરની બહારના રસ્તા પર પાણી ભરેલું નજરે પડે છે. આ ઘરમાંથી બહાર નીકળેલી એક મહિલા તેમની સાથે ઉગ્ર દલીલો કરી રહી છે. મહિલા તેમને રસ્તા ન બનતો હોવાની રજુઆત કરે છે. સાથે જ મહિલા એવું કહેતી પણ સાંભળવા મળે છે કે 22 વર્ષથી રસ્તો નથી બનાવી શકતા તો મત લેવા માટે શા માટે આવો છો?

ગામ લોકો સાથે ચર્ચા કરી રહેલા બાવળિયા


વરસાદે વિરામ લેતા હાશકારો

ગીર-સોમનાથ જિલ્લામાં ગુરુવારે વરસાદે વિરામ લેતા લોકો અને તંત્રએ હાશકારો લીધો હતો. જિલ્લાના ઉના અને ગીર-ગઢડા તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં વરસાદને પાણી ઘૂસી ગયા હતા. વરસાદને કારણે ઉનાનું માણેકપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. રસ્તા પર પાણી ફરી વળવાને કારણે ચાર દિવસથી ગામમાં વાહન વ્યવહાર બંધ હતો. ગુરુવારે આ ગામમાં એનડીઆરએફની ટીમે ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું.
First published: July 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...