Home /News /kutchh-saurastra /

૧૦૦ દિવસના નિરામયા પ્રોજેક્ટમાં કોડિનાર-સૂત્રાપાડાની પસંદગી

૧૦૦ દિવસના નિરામયા પ્રોજેક્ટમાં કોડિનાર-સૂત્રાપાડાની પસંદગી

વધુમાં આ ટેકનિક પર ખરેખરમાં દર્દીઓ પર અપનાવવી સાચી છે કે નહીં તે અંગે 2020 સુધી ખબર પડશે. કારણ કે હાલ તો આ ટેકનોલોજી પ્રયોગાત્મક સ્તર પર છે. ધ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસનના સેમ્યુઅલ ટિસરમેને ન્યૂ સાયન્ટિસ્ટને જણઆવ્યું કે તેમની ટીમે એક દર્દીને સસ્પેન્ડેડ એનિમેશન પર પહેલીવાર મૂકી.

૧લી જુલાઇથી ૧૦૦ દિવસની અંદર કોડીનાર અને સુત્રાપાડા સહિત બે તાલુકાની પસંદગી કરી મિશન નિરામયા વર્કશોપ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.

  ગીર-સોમનાથ: સોમનાથ સ્થિત સાગરદર્શન ખાતે કલેકટર અજય પ્રકાશનાં અધ્યક્ષસ્થાને આરોગ્યશાખાનાં તબીબો માટે એક દીવસીય મિશન નિરામયા વર્કશોપ યોજાયો હતો.

  આ વર્કશોપ અંતર્ગત માતૃઆરોગ્ય,બાળઆરોગ્ય, સંપૂર્ણ રસીકરણ, સગર્ભાવસ્થામાં પાંડુરોગ, પોષણ, ક્ષયરોગ, વાહકજન્ય રોગ અને બિન સંક્રામક રોગનાં નિયંત્રણ અને આ વિવિધ રોગોને ઘટાડવા માટે તબીબોને કલેક્ટર સહિતના મહાનુભાવોએ માર્ગદર્શન આપી તંદુરસ્ત સમાજના નિર્માણમાં આરોગ્ય વિભાગની સહભાગિતા વિશે ગોષ્ઠી કરી હતી.

  કલેકટરે આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, લોકો તબીબોને ભગવાન માને છે. તબીબોએ લોકોને વચ્ચે રહી કામગીરી કરવાની થતી હોય છે. તબીબો તેમની સેવા માટે માત્ર ઓફીસીયલી સમય મુજબ મર્યાદીત નથી હોતા. પરંતુ હમેંશા લોકોની સાથે આરોગ્યની કામગીરી સતત જોડાયેલી હોય છે. ઉપરાંત જિલ્લાનાં તમામ તબીબો દ્વારા કરવામાં આવતી દરરોજની કામગીરી સર્વશ્રેષ્ઠ કરવી અને કોઇ ડેટા અપડેટ કરવામાં વિલંબ થયો હોય તો તુરંત નિયમિત ડેટા ઓપરેટ કરી રાજ્યમાં ગીર-સોમનાથ જિલ્લાનો ક્રમાંક આગળ વધારવા તમામ તબિબોએ તેમનો ફાળો અચુક આપવો જોઇએ.

  જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં માતા પછી ડોકટરને સ્થાન આપવામાં આવ્યું છે. તબિબોએ વાણી, વર્તન અને વ્યવહાર લોકો સાથે ખુબ સારી રીતે કરી માયાળુ, સરળ અને નિખાલસ સ્વભાવ રાખવો જોઇએ. જેથી લોકો ડોકટર સમક્ષ આવવાં હંમેશા માટે પ્રેરાઇ છે. લોકોની સેવા એજ ધર્મ સમજી તબિબોએ તેમની કામગીરી કરવી જોઇએ.

  ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બામરોટીયાએ મિશન નિરામયા વર્કશોપની વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧લી જુલાઇથી ૧૦૦ દિવસની અંદર કોડીનાર અને સુત્રાપાડા સહિત બે તાલુકાની પસંદગી કરી મિશન નિરામયા વર્કશોપ અંતર્ગત કામગીરી કરવામાં આવશે. તેમજ ગીર-સોમનાથ જિલ્લામાં ડાયાબીટીશ,ટીબી, એચ.આઇ.વી. રોગનાં વાર્ષિક રીપોર્ટનાં આધારે કામગીરીનો અહેવાલ જિલ્લાનાં તમામ ડોકટરો સમક્ષ રજૂ કર્યો હતો.

  ઉપરાંત આરોગ્ય વિભાગની જુદી જુદી માનવ સ્પર્શતી જે તબિબિ કામગીરી સંપૂર્ણ ૧૦૦ ટકા સિધ્ધ થઇ નથી તે તુરંત સિધ્ધ કરવા જણાવી તેની ડેટા એન્ટ્રી તુરંત કરવા તેઓશ્રીએ ભારપૂર્વક સુચના આપી હતી. ડો.દીવ્યેશ ગૈાસ્વામી અને ડો.ચેતન સીકોતરીયાએ પાવર પ્રેઝેન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Gir-somnath, KODINAR, Sutrapada, આરોગ્ય, ગુજરાત

  આગામી સમાચાર