Home /News /kutchh-saurastra /Gir Somnath: નવી મગફળીથી છલકાયું યાર્ડ, જાણો મણનો શું બોલાઇ રહ્યો છે ભાવ

Gir Somnath: નવી મગફળીથી છલકાયું યાર્ડ, જાણો મણનો શું બોલાઇ રહ્યો છે ભાવ

યાર્ડમાં મગફળીની ગુણીઓ 

કાજલી માર્કેટીંગ યાર્ડમાં દરરોજની 5000 થી 6000 હજાર ગુણી મગફળીની આવક થઇ રહી છે. અહીં પ્રતિ મણનો સરેરાશ ભાવ રૂપિયા 1150 થી 1400 સુધી રહ્યો છે. 

Bhavesh Vala, Gir Somnath : ચોમાસુ પૂર્ણ થતાં જ મગફળીની સીઝન પણ પૂર્ણ થવાને આરે છે. લગભગ જગ્યાએ હાલ મગફળી ઉતરી રહી છે. અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઇને પહોંચી રહ્યાં છે. ગીર સોમનાથમાં પણ મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષે જિલ્લામાં 85 હજારથી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. અત્યારે માર્કેટમાં નવી મગફળીનું વેચાણ થય રહ્યું છે. વેરાવળના કાજલી જાતે માર્કેટીંગ યાર્ડ કાર્યરત છે. અહીં દરરોજની 5000 થી 6000 જેટલી મગફળીની ગુણીની આવક થઇ રહી છે. સાથે સાથે માર્કેટમાં સોયાબીન, જુવાર અને બાજરી જેવી જણસની આવક પણ થય રહી છે. અત્યારે કાજલી માર્કેટીંગ યાર્ડમાં મગફળી પ્રતિ મણ સરેરાશ ભાવ રૂપિયા 1150 થી 1400 સુધી વેચાય રહી છે. મગફળીની સીઝન 3 માસ સુધી ચાલે છે. ચોમાસાએ વિદાય લય લીધી છે. ત્યારે ખેડૂતો પણ ખેતી કાર્યમાં જોડાયા છે.

વેરાવળ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી કનકસિંહભાઇ પરમારે જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડમાં મગફળીની 5000 થી 6000 બોરીની આવક છે. 2000 થી 2500 કટા સોયાબીનની આવક છે. તેમજ અન્ય જુવાર, બાજરી જેવી જણસની આવક પણ થય રહી છે. આ વર્ષે મગફળી ભાવ રૂપિયા 1150 થી 1400 સુધી વેચાય છે. અને ગયા વર્ષ કરતા આ વર્ષે મગફળીનો ભાવ સારો મળી રહ્યો છે. પણ એની સાથે સાથે વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઘણું બધું ઓછું થયું છે. ગત વર્ષે 1100, સાડા અગિયારસો સુધી ભાવ હતો. એક સમયે 1200 સુધી પણ ભાવ પહોંચી ગયો હતો.

મગફળીની અઢીથી ત્રણ માસ સુધી સીઝન ચાલે છે. સમગ્ર સીઝન દરમિયાન 2.5 થી 3 લાખ જેટલી ગુણી મગફળીની આવક થતી હોય છે. બીજી તરફ જિલ્લામાં અત્યારે મગફળીની પુરજોશમાં સીઝન ચાલી રહી છે. ચાલુ વર્ષે 85 હજારથી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. માર્કેટીંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે અન્ય જણસની આવક પણ થય રહી છે. અત્યારે માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક થઇ રહી છે. ચોમાસુ પાક તૈયાર થઇ ગયો છે. જેના કારણે માર્કેટીંગ યાર્ડમાં ચોમાસુ જણસની આવક થઇ રહી છે. નવી મગફળીનો પ્રતિ મણનો સરેરાશ ભાવ રૂપિયા 1150 થી 1400 સુધી ચાલી રહ્યો છે. માર્કેટમાં અત્યારે નવી મગફળીની આવક શરૂ થઇ ગય છે.
First published:

Tags: Groundnut