Home /News /kutchh-saurastra /Gir Somnath: કેવી રીતે તૈયાર થાય છે માછીમારીની જાળ, કારીગરો હાથથી તૈયાર કરે છે, જુઓ વીડિઓ

Gir Somnath: કેવી રીતે તૈયાર થાય છે માછીમારીની જાળ, કારીગરો હાથથી તૈયાર કરે છે, જુઓ વીડિઓ

બંદર

બંદર પર જાળ તૈયાર કરતા કારીગરો 

વેરાવળ બંદર પરથી 4000 હજાર જેટલી બોટ દરિયામાં માછીમારી માટે જાય છે. આ પથંકમાં માછીમારી ઉદ્યોગ પણ ધમધમે છે. દરિયામાં માછલીઓને પકડવા માટે વિવિધ પ્રકારની જાળનો ઉપયોગ થાય છે. ત્યારે વેરાવળ બંદર પર નેટમેકર પોતાના હાથની કળાથી માછીમારી માટે જાળ તૈયાર કરે છે. 

વધુ જુઓ ...
    Bhavesh Vala, Gir Somnath : ગુજરાતને લાંબો દરિયાકિનારો મળ્યો છે, આ દરિયા કિનારાને લીધે જ લાખો પરિવાર માછીમારીનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. માછીમારી માટે વપરાતી જાળ બનાવવાનું કામ કરી અનેક કારીગરો રોજીરોટી મેળવી રહ્યા છે. વેરાવળમાં માછીમારીની જાળ તૈયાર કરતા કારીગરોપોતાના હાથની કળાથી વિવિધ પ્રકારની જાળ તૈયાર કરી રહ્યા છે. વેરાવળમાં માછીમારી માટેની નેટ તૈયાર કરીને અંદાજે 3500થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. આજે અહીં મોટી સંખ્યામાં માછીમારીની જાળ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને સીઝનમાં માછીમારીની જાળની ખુબ જ ડિમાન્ડ છે, તો આસ લાસનાં જિલ્લાનાં મછીમારો પણ અહીંથી માછીમારીની જાળ ખરીદવા આવે છે.

    જાળમાં દોરી અને કોર્ડન્ટ પણ આવે છે. જાળમાં જુદા જુદા પ્રકારની હોય છે. જેમાં પૂછડું, મોઢું જેવા નામ આપવામાં આવે છે. જેને ભેગા કરી જાળ તૈયાર કરવામાં આવે છે. એક જાળ બનાવવા માટે 8 થી 9 કલાકનો સમય લાગે છે. તો જૂની ફાટેલી જાળને રીપેરીંગ કરાય છે. ભીડીયા વિસ્તારમાં 200 જેટલા નેટમેકર હશે. જ્યાં દરરોજના 5 થી 8 જેટલા લોકો કામ કરે છે. નેટમેકરના કારણે વેરાવળ બંદર પર 3500 જેટલા લોકોને રોજગારી મળી રહે છે. જાળની સાઈઝની વાત કરવામાં આવે તો ડેન્યર 30 થી 3000, સફાયર 20 થી 8000, રનર ( પીળુ) 20 થી 80, બારબ્લુ 25 થી 100, નવબ્લુ 20 થી 80, એસટીઆર 20 થી 80, એસએનજી 500 થી 8000 અને બીટીઆર કાલા પથ્થર 30 થી 800 એમ.એમ આવે છે. 45 હજારનું એક જાળનું લોમટરીયલ થતું હોય છે.

    આ પણ વાંચો: એક એવી સરકારી શાળા કે જ્યાં બાળકો શહેર છોડી ગામડે આવે છે ભણવા, એડમિશન માટે લાગે છે લાઈનો 

    ભીડીયામાં જાળનું મટીરીયલની દુકાન ધરાવતા રમેશભાઇ બારડે જણાવ્યું હતું કે જાળમાં વધારે પડતું પ્લાસ્ટિક લાઈન એસ.ડી.પી અને પી.પી આવે છે. વધારે પડતો એસ.ડી.પી નો ઉપયોગ થાય છે. જાળમાં જુદા જુદા કોડ ઉપર આવે છે. ઉપરાંત જુદા જુદા સેન્ટીમીટરની જાળ આવે છે. નેટમેકર હોય છે તેની પાસે જાળ તૈયાર કરવા માટે જુદા જુદા નકશા હોય છે. જેના આધારે જાળનું મટીરીયલ ખરીદી કરે છે. અને તે જાતે હાથની કળાથી જુદા જુદા પ્રકારની જાળ તૈયાર કરે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Arabian Sea, Fishing, Fishing boat, Gir Somnath news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन