દિનેશ સોલંકી, ગીર-સોમનાથ: ગીર સોમનાથ (GirSomnath)ના વેરાવળ (Veraval)માં એક સગીર વયના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરવામાં આવ્યું હતું. સગીર સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસની તપાસમાં પોસ્કો કેસનો આરોપી નિકળ્યો છે.
ગીર સોમનાથના વેરાવળમાં મોટર સાયકલની ચોરી કરી સગીર વયના બાળકનું અપહરણ કરી બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. 8 જુલાઈના રાત્રે 13 વર્ષનો સગીર વયનો બાળક વેરાવળ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રેંકડીઓ પાસે જમવાનું માંગતો હતો તે વખતે વેરાવળમાં જ રહેતા દિલીપ ઉર્ફે દુલીયાએ બાળકને જમવાનું આપવાનું કહી લલચાવી ફોસલાવી તેની મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી વેરાવળ બંદરમાં લઇ જઇ તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. જેને લઈને પોલીસે FIR નોંધી હતી.
ગુનાની ગંભીરતા જોતા સમગ્ર ગીર સોમનાથની પોલીસ એક્ટીવ થઈ હતી. અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડે પોકેટકોપ અને સીસીટીવી કંટ્રોલની મદદથી ગણતરીના કલાકોમાં જ નરાધમને દબોચી લીધો હતો. આરોપી દિલીપ ઉર્ફે દુલીયો અગાઉ પોસ્કોના ગુન્હામાં ઝડપાયેલ છે જેની કોર્ટમાં હાલ ટ્રાયલ ચાલી રહી છે. આ ઉપરાંત વેરાવળમાં વાહન ચોરીના 4 ગુન્હા અને જૂનાગઢમાં 1 ગુન્હો આરોપીના નામે છે. આ ઉપરાંત દારૂ સહિતના અન્ય ગંભીર ગુન્હાઓ પણ તેના વિરૂદ્ધમાં દાખલ છે. તેમજ હાલના ગુન્હામાં પણ ચોરીનું મોટર સાયકલ વાપર્યું હોવાનું સામે આવ્યું છે.
દિલીપ પોસ્કો જેવા ગંભીર ગુન્હાનો આરોપી હોવા છતા સગીર બાળક પર અધમ કૃત્ય આચર્યું છે. જેથી પોલીસે આરોપી દિલીપ ઉર્ફે દુલીયા વિરુદ્ધ અપહરણ, ધાકધમકી તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને જેલના સળીયા પાછળ મોકલી દીધો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર