જૂનાગઢ : છેલ્લા થોડા દિવસથી ગીર સોમનાથ (Gir Somnath) પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેશોદના (Keshod) પાડોદર ઘેડ પંથકના આકાશી દ્રશ્યોમાં (Aerial view after Gujarat rain) જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. દર વખતની જેમ ચોમાસામાં ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીમાં પૂર આવતા કેશોદ અને માંગરોળના ઘેડ પંથકમાં પાણી ફરી વળે છે. આ પંથકના ખેડૂતોની વર્ષોથી માંગ છે કે, નદી ઉંડી બને અને પૂર સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે.
આ વિસ્તારનો સંસદીય મત વિસ્તાર પોરબંદરમાં આવે છે. માણાવગર, કેશોદ અને માંગરોળમાં ઘેડ વિસ્તારનો આ પ્રશ્ન વર્ષોથી વણઉકેલાયેલો રહ્યો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સાંસદ રમેશ ધડુકને પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ અંગે તંત્રએ હજીપણ કાંઇ કર્યુ નથી. જૂનાગઢ જિલ્લાના મોટી ઓઝત, સાબલી નદીના પાણી ઘેડમાં પાણી ફરી વળ્યા છે.
નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવાર સુધીમાં સાર્વત્રિક 2થી 5 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા પાણી પાણી થઈ ગયુ છે. જિલ્લામાં વેરાવળ-સોમનાથમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4, તાલાલામાં 3 અને કોડીનાર, ઉના અને ગીરગઢડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારોના માર્ગ ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા હતા. તેમજ ત્રણ તાલુકાનો જીવાદોરી સમાન હિરણ-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો. જેથી ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર