જૂનાગઢ : POSTએજન્ટે સામાન્ય પરિવારોને ચૂનો ચોપડ્યો, 35.89 લાખ રૂપિયા ઉઘરાવી જમા ન કરાવ્યા

જૂનાગઢ : POSTએજન્ટે સામાન્ય પરિવારોને ચૂનો ચોપડ્યો, 35.89 લાખ રૂપિયા ઉઘરાવી જમા ન કરાવ્યા
એજન્ટ ભરત અને તેના પુત્રએ પારકા કામ કરી પેટિયું રળતી મહિલાઓના પૈસાની ઉચાપત કરી.

ખાતાં ધારકો પોસ્ટ ઓફીસમાં રૂપિયા ઉપાડવા જતાં ખ્યાલ આવ્યો કે ખાતામાં રૂપિયા જમા થયા જ નથી

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢ : શહેરમાં ઠગ પોસ્ટ (Post Agent) એજન્ટ પિતા-પુત્રએ અનેક ખાતા ધારકોનાં લાખો રૂપીયાનું (Junagadh Post Scam) ફુલેકું ફેરવી નાખ્યું છે. આ બંને ઠગ પિતા-પુત્ર પર આરોપ છે કે તેઓ સામાન્ય વર્ગના પરિવારના  ખાતાં ધારકોએ બચત માટે આપેલા રૂપિયા પોસ્ટ ઓફીસમાં જમા કરાવતા નહોતા.ખાતાં ધારકોએ પોસ્ટ ઓફીસમાં રૂપિયા ઉપાડવા જતાં ખ્યાલ આવ્યો કે ખાતામાં રૂપિયા જમા થયા જ નથી પોતાના ખાતામાં રૂપિયા જમા નહીં થયા હોવાનો ખ્યાલ આવતાં ખાતાં ધારકોમાં ચિંતા. પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી છે. જોકે, આ મામલે હવે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર સામે નોંધાઈ પોલીસ ફરીયાદ

  ગઈકાલે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો એ પોસ્ટ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો અને પોતાની પાસે થી લાખો રૂપિયાનીની ઉઘરાણી કરી ભરત પરમાર ફરાર થઈ ગયો હોવાની રજૂઆત સુપ્રિટેન્ડન્ટને કરી હતી.  આ પણ વાંચો : સુરત : 'મેડમ અબ આપકે બદન પે એક ભી કપડા નહીં હોગા,' વરાછાનો યુવક પહોંચી ગયો 'જેલમાં', કરી શરમજનક કરતૂત

  આ અંગે સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું હતુ કે એક માસ પહેલાં ભરત પરમારની એજન્સી રદ કરવા કલેકટરને લેખિત જાણ કરવામાં આવી છે, તેમજ જે લોકોએ પૈસા આપ્યા છે તેના ખાતા પોસ્ટમાં છે કે નહીં. પાસબુક ડુપ્લીકેટ છે કે સાચી તે બાબતની તપાસ કરવામા આવશે.

  પણ આ બાબતે પોસ્ટ વિભાગની કોઈ જવાબદારી નથી. જે ખાતેદારોના ખાતા અહીં હશે અને જેટલી રકમ જમા હશે તેને ચૂકવી આપવાની જવાબદારી પોસ્ટની છેત્યારે ભરત પરમારે અગાઉ પણ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતુ અને પોતાના પરિવારના નામે ત્રણ એજન્સી ધરાવતો હતો.

  આ પણ વાંચો :  અમદાવાદ : 31stની રાત્રે ઊઘરાણી માટે ખેલાયો ખૂની ખેલ, 6 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની કરાઈ હત્યા

  હાલ પારકા કામ કરી બચાવેલા પૈસા લઈ એજન્ટ ફરાર થઈ જતા અનેક મહિલાઓ છેતરપિંડીનો ભોગ બની છે. મહીલાઓએ જણાવ્યું હતુ કે અમે પોસ્ટનાં નામે પૈસા આપ્યા હતા અને અધિકારીઓ કહે છે અમારી જવાબદારી નહી તો અમારે ક્યાં જવું. હાલ તો 35.89 લાખ રૂપિયાનું ફૂલેકુ ફેરવી ભરત પરમાર રફૂચકકર થઈ ગયો છે. ત્યારે ભોગ બનનાર લોકો એ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે
  Published by:Jay Mishra
  First published:January 01, 2021, 10:33 am

  ટૉપ ન્યૂઝ