ગીર સોમનાથમાં થશે યોગ દિવસની ઉજવણી, મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન જોડાશે

ગીર સોમનાથમાં થશે યોગ દિવસની ઉજવણી, મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન જોડાશે

 • Share this:
  રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કોઇ સેલીબ્રીટી સાથે કરવામાં આવનાર છે. જેનાં ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં યોગ નિદર્શનની સેલેબ્રીટી તરીકે ભારતીય મહિલા વોલીબોલ ટીમની સ્ટાર ખેલાડીઓ કેપ્ટન વાળા ચેતના અને વાળા કિંજલ રહેશે. તેમજ તેમની સાથો સાથ વાળા અસ્મિતા અને જીજ્ઞા વાળા પણ સેલીબ્રીટી તરીકે તેમની ફરજ નિભાવશે અને અન્ય લોકોને યોગ નિદર્શનમાં સહભાગી થવા પ્રેરણા આપશે.

  સરખડી ગામની છોકરીઓએ વોલિબોલ ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી છે અને ભારતનું નામ રોશન કર્યુ છે. સમગ્ર ગુજરાતમાં સરખડી ગામની મહિલા વોલીબોલ ખેલાડીઓની ખ્યાતિ છે.  વિશ્વભરમાં 21 જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ગીર-સોમનાથ જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. ગીર-સોમનાથ જિલ્લામાં ૨.૭૫ લાખથી વધુ લોકો એકી સમયે યોગ નિદર્શન કરશે. પછાત વર્ગ વિકાસ નિગમનાં અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકીની ખાસ ઉપસ્થિતિમાં સોમનાથ મહાદેવનાં પરિસરમાં સવારે ૦૬:૪૫ થી ૦૭:૪૫ કલાક દરમ્યાન ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં ૩ હજારથી વધુ લોકો સહભાગી થશે.

  વિશ્વ યોગ દિવસે જિલ્લામાં ૫૧૭ માસ્ટર ટ્રેનરો દ્વારા ૨.૭૫ લાખથી વધુ લોકોને યોગ નિદર્શન કરાવાશે. ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર અજય પ્રકાશનાં અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજણવીનાં સુચારૂ આયોજન માટે યોજાયેલા બેઠકમાં સમગ્ર આયોજનનને આખરી ઓપ અપાયો હતો.

  ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી પાંચ સ્થળોએ કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિરનાં પરિસર, સોમનાથ સંસ્કૃત યુનિ., મહિલા કોલેજ વેરાવળ, આદિત્ય બિરલા સ્કુલ, વેરાવળ અને કોસ્ટગાર્ડ જેટી વેરાવળનો સમાવેશ થાય છે.

  ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ બંદરમાં બોટમાં વિશેષ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. કોસ્ટગાર્ડ જેટી ખાતે વિશેષ યોગ નિદર્શનમાં સાગરખેડુઓ સહભાગી થશે
  First published:June 20, 2018, 16:03 pm