Veraval News: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, યુવક પાસે લાખો ઉઘરાવ્યા બાદ દરિયામાં ફેંકી દેવાની ધમકી આપી
Veraval News: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, યુવક પાસે લાખો ઉઘરાવ્યા બાદ દરિયામાં ફેંકી દેવાની ધમકી આપી
વેરાવળ-સોમનાથ શહેરમાં અભણ અને અશિક્ષિત અનેક લોકો ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોરોના ભોગ બન્યા છે.
વેરાવળની ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતો અને બેટરી રીપેરીંગનું કામ કરતો કમલેશ ગોવિંદભાઇ ચૌહાણએ વર્ષ 2018માં આર્થીક નાણા ભીડના લીધે ભીડીયામાં રામ મંદિરની પાછળ રહેતા અને વ્યાજે નાણા આપતો રોહીત પ્રભુદાસ ગોહેલ પાસેથી પ્રથમ 2018માં રૂ.2 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા અને તેનું દર મહિને રૂ.10 હજાર વ્યાજ ચુકવી આપતો હતો.
દિનેશ સોલંકી, વેરાવળ: વેરાવળ-સોમનાથ શહેર (Veraval)માં ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ઘિરાણ આપી ઉંચું વ્યાજ વસુલતા વ્યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહ્યાની વ્યાપક લોકચર્ચા થઇ રહી છે. એવા સમયે એક સામાન્ય પરીવારનો યુવાન વ્યાજખોરના ત્રાસથી વ્યથિત બની શરણે જતા પોલીસે કડક કાર્યવાહી કરી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતો અને બેટરી રીપેરીંગનું કામ કરતો કમલેશ ગોવિંદભાઇ ચૌહાણએ વર્ષ 2018માં આર્થીક નાણા ભીડના લીધે ભીડીયામાં રામ મંદિરની પાછળ રહેતા અને વ્યાજે નાણા આપતો રોહીત પ્રભુદાસ ગોહેલ પાસેથી પ્રથમ 2018માં રૂ.2 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા અને તેનું દર મહિને રૂ.10 હજાર વ્યાજ ચુકવી આપતો હતો.
ત્યારબાદ તા.13/03/2019 ના રોજ વઘુ રૂ.2 લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ જેમાં સીકયુરીટી પેટે તેના મકાનની ફાઇલ આપી હતી. ત્યારપછી ત્રીજી વખત તા.26/03/2019 ના વઘુ રૂ.1.50 લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ અને ત્યારે સીકયુરીટી પટે ચાર ચેક આપેલ હતા. આમ કુલ રૂ.5.50 લાખની રકમનું દર મહિને રૂ.27,500 વ્યાજ નિયમિત ચુકવતો હતો. જેથી મોટી રકમનું અઢી વર્ષ સુઘી વ્યાજ ચુકવતો હોવાથી કમલેશ આર્થીક રીતે મુશ્કેલીમાં આવી ગયો હતો. એવા સમયે નાણા આપનાર રોહીત ગોહેલ તેની દુકાને આવી વ્યાજના પૈસા આપવા પઠાણી ઉઘરાણી કરી ઘાકઘમકી આપી હતી. સીક્યુરિટીમાં આપેલ મકાનની ફાઇલનો દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતુ.
તે દરમ્યાન ગત તા.28/4/2022 ના રોજ રોહીત એ રસ્તામાં કમલેશને રોકાવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરેલ ત્યારે 5.50 લાખની સામે રૂ.12 લાખ ચુકવી આપેલ હોય હવે મારે કંઇ પૈસા દેવાના થતા નથી જેથી મારા મકાનની ફાઇલ તથા ચેકો પરત માગ્યા હતા. જેથી ઉશ્કેરાઇ ગયેલા રોહીતએ આઠ મહિનાનું વ્યાજ તથા મુદલની રકમ આપી દેજે નહીંતર તને દરીયામાં નાખી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
પીડીત યુવાન પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ એએસપી ઓમપ્રકાશ જાટ સમક્ષ સમગ્ર હકકીત વર્ણવી મદદ માંગતા જે સાંભળીને ચોકી ગયેલ એએસપીએ ત્વરીત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેને લઇ કમલેશ ચૌહાણની ફરીયાદના આઘારે પોલીસે રોહીત પ્રભુદાસ ગોહેલ સામે આઇપીસી કલમ 504, 506(2) તથા ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42 હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ મુસારે હાથ ધરેલ છે.
વેરાવળ-સોમનાથ શહેરમાં અભણ અને અશિક્ષિત અનેક લોકો ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોરોના ભોગ બન્યા છે. પરંતુ કાયદાની પુરતી જાણકારીના અભાવે વ્યાજખોરોની ઘમકીઓથી ડરી પીડીત બનેલા લોકો પોલીસ તંત્ર સુઘી પહોંચતા નથી. ત્યારે એઅસપીએ અપીલ કરી છે કે, શહેર કે જીલ્લામાં કોઇપણ લોકોને વ્યાજખોરો ખોટી રીતે ઉંચુ વ્યાજ વસુલવા ત્રાસ કે ઘાક-ઘમકી આપતા હોય તો લોકોએ નિ:સંકોચ મારો અથવા સ્થાનીક પોલીસ અઘિકારીનો સંપર્ક કરે. પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર