બીજા પાંચ સિંહોનાં સેમ્પલમાં પણ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવ્યાં!

News18 Gujarati
Updated: October 5, 2018, 4:55 PM IST
બીજા પાંચ સિંહોનાં સેમ્પલમાં પણ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવ્યાં!
11 સપ્ટેમ્બરથી લઇ આજની તારીખ સુંધીમાં ગીર અભ્યારણ્ય વિસ્તારમાં કુલ 23 સિંહોના મોત થઇ ચૂક્યા છે (પ્રતિકાત્મક તસવીર)

11 સપ્ટેમ્બરથી લઇ આજની તારીખ સુંધીમાં ગીર અભ્યારણ્ય વિસ્તારમાં કુલ 23 સિંહોના મોત થઇ ચૂક્યા છે. માત્ર એક જ રેન્જમાં આવેલી એક જ બીટમાં આટલા બધા સિંહો મૃત્યુ પામતા સૌને ચિંતા ઉપજાવી છે

  • Share this:
વિજયસિંહ પરમાર

11 સપ્ટેમ્બરથી લઇ આજની તારીખ સુંધીમાં ગીર અભ્યારણ્ય વિસ્તારમાં કુલ 23 સિંહોના મોત થઇ ચૂક્યા છે. માત્ર એક જ રેન્જમાં આવેલી એક જ બીટમાં આટલા બધા સિંહો મૃત્યુ પામતા સૌને ચિંતા ઉપજાવી છે. આ 23 સિંહોમાંથી ચાર સિંહો કેનાઇન ડિસ્પેમ્પર વાયરસથી મૃત્યુ પામ્યા હતા તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું તથા અન્ય સિંહો ઇતડીથી થતા બબેસિયા નામના રોગથી મૃત્યુ પામ્યા હતા. આ બંને રોગો મોટાભાગે ભેગા જ જોવા મળે છે એમ તજજ્ઞો કહે છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબોસિયો રોગથી 1994માં તાન્જાનિયામાં 1000થી વધારે સિંહોના મોત નિપજ્યા હતા. આથી જ, વન વિભાગે, તાન્ઝાનિયામાં જ્યારે સિંહો મૃત્યુ પામ્યા હતા ત્યારે જે સંશોધકોએ કામ કરેલું તેમને નિમંત્રણ આપ્યુ છે અને તેમની મદદ માંગી છે. આ તજજ્ઞોમાં રિચર્ડ કોકનો પણ સમાવેશ થાય છે.

આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિંહોના માતના કારણો જાણવા માટે જે નવ સેમ્પલ પૂના ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા હતા તે તમામમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવ્યા છે. એટલે કે, જેટલા સેમ્પલ પુના ખાતે એનાલિસીસ માટે મોકવામાં આવ્યા હતા તે તમામમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જોવા મળ્યો છે.

'હજુ 167 જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારથી બહાર ફરે છે': સાંસદ નથવાણી

જો કે, મુખ્ય વન સરંક્ષક, વન્યપ્રાણી વર્તુળ (જુનાગઢ), ડી.ટી વસાવડાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, હજી સુંધી પુના ખાતેની લેબોરેટરીમાંથી ચાર સેમ્પલના અહેવાલો જ આવ્યા છે અને અન્ય સેમ્પલ એનાલિસીસની રાહ જોવાઇ રહી છે. તમામ સેમ્પલોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પોઝિટીવ આવ્યા છે એ માહિતી અમારી પાસે નથી. અમે અહેવાલોની રાહ જોઇ રહ્યાં છીએ.”

કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને કારણે સિંહોના મોત થઇ રહ્યા છે એ જાણીને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સાથે જોડાયેલા તમામ લોકો ચિંતામાં મુકાઇ ગયા છે. ગુજરાત સરકાર સફાળી જાગી છે અને દૂનિયાભરમાં સિંહોના સરંક્ષણ માટે કામ કરતા તજજ્ઞોની મદદ મેળવી રહી છે અને તેમને ગીરમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ શું હજુ વધુ સિંહોનો ભોગ લેશે ? અથવા પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે એવુ આ સમયે ચોક્કસ રીતે કોઇ કહી શકે તેમ નથી.
Loading...

રેસ્ક્યૂ કરાયેલાં 31 સિંહોને અભ્યારણ્ય નજીક જામવાળામાં એક જગ્યાએ રાખવા કેટલું યોગ્ય?

વન વિભાગના અધિકારીઓ કહે છે કે, ગીર અભ્યારણ્યની દલખાણિયા રેન્જમાંથી સાવચેતીના ભાગ રૂપે, 31 સિંહોને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે ચાર સિંહો અને એક દિપડાને જસાધાર રેસ્ક્યુ સેન્ટરથી ખસેડી રાજુલા મોકવામાં આવ્યા છે.

અંશુમાન શર્માને વિશેષ જવાબદારી સોંપવામાં આવી

ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વન વિસ્તારમાં 23 સિંહોના મોતથી સરકારે વધુ અધિકારીઓને ગીર પૂર્વમાં ડેપ્યુટ કર્યા છે અને પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુંધી તેમના ધારી ખાતે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

અંશુમાન શર્માએ ગીર પૂર્વ વિભાગમાં નાયબ વન સરંક્ષક તરીકે 2012થી 2015 સુંધી સેવાઓ આપી હતી. હાલ તેમનું પોસ્ટીંગ ગોધરા છે પણ તેમના અનુભવનો લાભ મળે અને સ્થિતિ થાળે પડે એ માટે તેમને અનિશ્ચિતકાળ સુંધી ધારીમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે. આ સિવાય મહેશ સિંઘ, શ્યામલ ટિકાદર, રામ રતન નાલા સહિતના અધિકારીઓને ગીરમાં મૂકવામાં આવ્યા છે અને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગીરનાં ઇતિહાસમાં પહેલી વખતે સિંહો આ રોગનો ભોગ બન્યા છે. પરિસ્થિતિ અસામાન્ય બની છે એનું આ પ્રમાણ છે.
First published: October 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...