દેશભરમાંથી 150 થી વધુ વડીલ પૂરૂષો અને 50 થી વધુ મહિલાઓ પસંદગી મેળામાં પહોંચ્યા હતા.
કહેવાય છે કે એકલતા જ્યારે એક અભિશાપ બની જાય છે ત્યારે આવા વડીલોને સહારો મળે, હૂંફ મળે અને અમૂલ્ય માનવ જીવન દુઃખી ન થાય તે માટે આજે દેશભરમાંથી અનેક વડીલો પોતાને યોગ્ય પાત્ર શોધવા સોમનાથ પહોંચ્યા હતા.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સોમનાથ (Somnath)માં વડીલોનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો. અમદાવાદ સ્થિત અનુબંધ સંસ્થા દ્વારા "પાનખરમાં વસંત" લાવવાના પ્રયાસને સાંપ્રત સમયના વડીલોએ વધાવ્યો હતો. જે દેશભરમાંથી 150 થી વધુ વડીલ પૂરૂષો અને 50 થી વધુ મહિલાઓ પસંદગી મેળામાં પહોંચ્યા હતા.
અમદાવાદ સ્થિત અનુબંધ સંસ્થાના પ્રમુખ નટુભાઈ પટેલના જણાવ્યા મુજબ કચ્છમાં આવેલા ભૂકંપમાં તેઓ માંડ માંડ બચ્યા હતા અને આ ભૂકંપે અનેક દંપતીઓને ખંડિત કર્યા હતા. ત્યારથી પોતાને એક વિચાર આવ્યો અને અનુબંધ સંસ્થા દ્વારા વડીલો પોતાનું પુનર્જીવન શરૂ કરી શકે તેમજ આજની યુવા પેઢી જે વડીલોને સાચવવા ઈચ્છતી ન હોય. ત્યારે વડીલો પોતાના મનની વાત કોઈને કરી ન શકે કે સહી ન શકે તેવા લોકોની મદદે આવવા અનુબંધ સંસ્થાએ સમગ્ર ભારત ભરમાં પરિચય મેળા યોજ્યા છે. જેમાં ખાસ તો 26 જાન્યુઆરી 2001 ના કચ્છ ભૂકંપ બાદ નટુભાઇ પટેલે અનુબંધ સંસ્થા સ્થાપી અને આજ સુધીમાં 68 પસંદગી મેળા યોજી અને 183 જેટલા વડીલોને એક બીજાના દુઃખમાં સહભાગી થવા લગ્નગ્રંથિથી જોડયા છે.
કહેવાય છે કે એકલતા જ્યારે એક અભિશાપ બની જાય છે ત્યારે આવા વડીલોને સહારો મળે, હૂંફ મળે અને અમૂલ્ય માનવ જીવન દુઃખી ન થાય તે માટે આજે દેશભરમાંથી અનેક વડીલો પોતાને યોગ્ય પાત્ર શોધવા સોમનાથ પહોંચ્યા હતા.
આજના વડીલોના પસંદગી મેળામાં હિતેશભાઈ ચુડાસમા પોતાના પિતાને સાથે લઈ તેમના માટે જીવનસાથી તો ખરા જ પણ પોતાની માતાને શોધવા અને પસંદ કરવા પરિવાર સાથે પહોંચ્યા હતા. ત્યારે વડીલોએ આ સમયે એક બીજાના દુઃખ સુખ વિચારો અને જીવન સરળ બને તે હેતુ મુખ્ય માનવો જરૂરી છે માત્ર જાતીય સુખ માટે જ્યારે પાત્રો પસંદગી કરતા હોય ત્યારે આવા પાસે દંપતીઓ ફરી પાછા છુટા પડે છે પરંતુ 183 જેટલા વડીલોને દંપતિ બનાવવા નો આ પ્રયાસ સફળ રહ્યું છે. અને આ ઘટના હાલના સમયની માંગ પણ છે. અને આ સંસ્થા દેશભરમાં આ મિશનમાં આગળ વધી રહ્યા છીએ.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર