Home /News /kutchh-saurastra /Gir Somnath: રિક્ષાચાલક ખાડામાં પડ્યો, મંત્રીજી એ કહ્યું- વરસાદે પેટન્ટ બદલી એટલે રોડ ખરાબ થયા
Gir Somnath: રિક્ષાચાલક ખાડામાં પડ્યો, મંત્રીજી એ કહ્યું- વરસાદે પેટન્ટ બદલી એટલે રોડ ખરાબ થયા
નેતાજી દોષનો ટોપલો કુદરત પર ફોડી રહ્યા છે.
છેલ્લા 6 વર્ષથી વધુ સમય થવા છતાં નેશનલ હાઇવે (National Highway )નું કામ પૂર્ણ થયું નથી અને આવનાર પડતાં મસમોટા ખાડાઓના કારણે સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓ પરેશાન થાય છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District)માં અતિ બિસ્માર હાઇવેના કારણે એક રીક્ષા પલટી મારી (Accident) ગઇ હતી અને આ ઘટનામાં માંડ માંડ રિક્ષા ચાલકનો જીવ બચ્યો હતો. જોકે છતાં મંત્રી જી એ એવું કહ્યું કે, વરસાદે પેટન્ટ (Gujarat Monsoon) બદલી છે એટલે રોડ ખરાબ થયા છે.
ગીર સોમનાથ (Gir Somnath)જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ટુરિઝમ ક્ષેત્રે સારો એવો વિકાસ થયો છે, જેમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સહિત પ્રવાસન સ્થળ દીવ, તુલશીશ્યામ, સાસણ, વિશાળ સમુદ્ર કિનારો, સહિત અનેક એવા સ્થળો આવેલા છે જેનાથી દેશભરના લોકો આકર્ષાયા છે અને લાખો લોકો આ તમામ સ્થળો પર રજા માણવા આવે છે. પરંતુ આજ લોકો અહીથી ફરવા લાયક સ્થળોની યાદોની સાથે અહીંના નેશનલ હાઇવેની પણ યાદો લઈ ને જાય છે.
છેલ્લા 6 વર્ષથી વધુ સમય થવા છતાં નેશનલ હાઇવે (National Highway )નું કામ પૂર્ણ થયું નથી અને આવનાર પડતાં મસમોટા ખાડાઓના કારણે સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓ પરેશાન થાય છે. અને ઘણી જગ્યાએ તો એવા મોટા ખાડા પડ્યા છે કે અલ્ટો કાર પણ ન દેખાય.
એક તરફ ઉના કોડીનાર હાઇવે (Una Kodinar Highway ) પરથી ખૌફનાક દ્રશ્યો સામે આવ્યા છે અને રીક્ષા રોડ પર ગોથું મારી ગઈ છે. તો બીજી તરફ નેતાજી દોષનો ટોપલો કુદરત પર ફોડી રહ્યા છે. સવાલ એ છે કે જુના રોડ વરસાદના કારણે ધોવાયા હશે! પરંતુ મીડિયાના સવાલોનો જવાબ મંત્રી જી પાસે ન હતો. મીડિયાનો સવાલ હતો કે ફોરટેક રોડ 6 વર્ષ થી બને છે જે પુરોજ નથી થતો. જેના જવાબમાં મંત્રી પુણેશ મોદી એ વરસાદ અને કુદરતને જવાબદાર ગણાવતા હોઈ તેમ જવાબ આપ્યો હતો.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર