અભણ બાપાએ શાળા માટે રૂ 10 લાખની જમીન દાન આપવા દીકરાને પ્રેરણા આપી

News18 Gujarati
Updated: November 30, 2018, 7:50 AM IST
અભણ બાપાએ શાળા માટે રૂ 10 લાખની જમીન દાન આપવા દીકરાને પ્રેરણા આપી
શાળાનું લોકાર્પણ કરતા જિલ્લા કલેક્ટર

ઇણાજનાં ૭ ધોરણ ભણેલા લખુભાઇ સોલંકીને તેમના પિતા ભારાબાપાએ ભુલકાઓ માટે ભાર વિનાનાં ભણતર માટે રૂા. ૧૦ લાખની ખેતીની કિંમતી જમીન શાળાનું મકાન બનાવવાં દાન આપવા પ્રેરણા આપી હતી.

  • Share this:
શહેરી વિસ્તારોમાં કરોડોનો ખર્ચે નિર્માણ થતા શૈક્ષણિક સંકુલો સામે વેરાવળ પાસેના ઇણાજના વાડી વિસ્તારમાં રૂા. ૨૪ લાખનાં ખર્ચે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નિર્માણ થયેલી સોનપાટ સીમશાળા અંતરિયાળ વિસ્તારમાં નાના ભુલકાઓ માટે દિવાદાંડી રૂપ બની છે.

આ શાળાની ખાસ વાત એ છે ઇણાજનાં ૭ ધોરણ ભણેલા લખુભાઇ સોલંકીને તેમના પિતા ભારાબાપાએ ભુલકાઓ માટે ભાર વિનાનાં ભણતર માટે રૂા. ૧૦ લાખની ખેતીની કિંમતી જમીન શાળાનું મકાન બનાવવાં દાન આપવા પ્રેરણા આપી હતી. ગુરુવારે ઇણાજની સીમ વિસ્તારનાં ૬૦ બાળકો માટે નિર્મિત આ શાળાને દાતા પરિવાર સાથે જિલ્લા કલેકટર અજય પ્રકાશ અને રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાએ બાળકો માટે ખુલ્લી મુકી હતી.

શાળાનું શિક્ષણ પરિવાર ભાવના અને દાતા પરિવારની લાગણી સાથે નાતો જોડી જિલ્લા કલેકટરએ શાળા સુધી પહોંચવા ૧૦ મીટર પહોળા અને ૩૨૪ મીટર લંબાઇનાં સિમેન્ટ રોડ માટે રૂા.૩.૫૦ લાખની ગ્રાન્ટ મંજુર કરી કહ્યું કે, વહિવટીતંત્ર અને લોકભાગીદારીનું શ્રેષ્ઠ મોડલ ઇણાજની સોનપાટ સીમશાળા છે. આ શાળાની હવે હું અવાર-નવાર મુલાકાત લઇશ તેમ જણાવી ઉમેર્યું કે, પોતાની કિંમતી જમીન શિક્ષણ માટે દાનમાં આપવી એ સેવાની ભાવના છે અને આવું દરેક ક્ષેત્રે બને તો વિકાસ ખુબ ઝડપથી થઇ શકશે.આ પ્રસંગે શાળાની જમીનદાતા સોલંકી પરિવારનું જિલ્લા કલેકટર, અને ગ્રામજનો દ્વારા બહુમાન કરાયું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં શાળા આરોગ્ય ચકાસણીમાં 1.59 કરોડ બાળકોની તપાસ થશે

શાળાનાં ભુતપૂર્વ આચાર્ય રમેશભાઇ ઝાલા અને વર્તમાન આચાર્ય ભરત ચુડાસમાનું બાળકોને શિક્ષણ માટે હંમેશા પ્રોત્સાહિત કરવા ગ્રામજનો અને યુવાનો દ્વારા બહુમાન કરાયું હતું.
First published: November 29, 2018, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading