ગીર-સોમનાથઃ મોડી રાતથી ફરી વરસાદ, અનેક ગામો પાણીમાં, ગીર ગઢડામાં 20 ઇંચ

News18 Gujarati
Updated: July 17, 2018, 10:24 AM IST
ગીર-સોમનાથઃ મોડી રાતથી ફરી વરસાદ, અનેક ગામો પાણીમાં, ગીર ગઢડામાં 20 ઇંચ
કોડીનાર-પીપાવાવ હાઈવે પર પાણી ફરી વળ્યા

  • Share this:
ગીર-સોમનાથ જિલ્લામાં રવિવારથી પડી રહેલો વરસાદ ચાલુ જ રહ્યો છે. ઉના તાલુકામાં મોડી રાતથી ફરી વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ઉના તુલાકાના અનેક ગામો પર પાણી ફરી વળ્યા છે. તો ઉનાથી દીવ તરફ જવાનો રસ્તો બંધ કરી દવામાં આવ્યો છે. ઉનાથી કોડિનાર જવાનો રસ્તો પણ રસ્તા પર વરસાદના પાણી ફરી વળવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. રસ્તાઓ બંધ થવાને કારણે અસંખ્ય વાહન ચાલકો ફસાયા છે.

છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો ઉના ગીર-સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધારે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉના તાલુકામાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સોમવાર રાતથી મંગળવાર સવાર સુધીની વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં 128 ગામમાં વીજળી ગૂલ

વરસાદને કારણે સૌરાષ્ટ્રના 128 ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મોરબીના 12, જામનગરના 126, પોરબંદરના, 10, જૂનાગઢના 4, ભાવનગરના 34, અમરેલીના 47 અને બોટાદના 5 ગામનો સમાવેશ થાય છે. તો વરસાદને કારણે 593 વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે.

હાલ ક્યાં વરસાદ?

મંગળવારે ઉના, ગીર ગઢડા, સૂત્રાપાડા, કોડીનાર તાલુકાઓમાં વરસાદ ચાલુ છે. જોકે, હજુ સુધી વરસાદને કારણે કોઈનું મોત થયાના સમાચાર મળ્યા નથી. સોમવારે ગીર-સોમનાથ જિલ્લાના ડેપ્યૂટી કલેક્ટર એમ.કે. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે વરસાદના 10 જેટલા પશુઓ તણાયા છે. હાલ તલાટીઓને નુકસાન અંગે સર્વે કરવાની કામગીરી સોંપી દેવામાં આવી છે.
કોડીનાર-પીપાવાવ હાઈવે પર પાણી ફરી વળ્યા


જમીનનું ધોવાણ

ઉના અને ગીર ગઢડા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. કારણ કે વરસાદના પાણીને કારણે ફળદ્રુપ જમીનનું ધોવાણ થયું છે. ખેડૂતોએ વાવણી કરીને જે બીજી જમીનમાં વાવ્યા હતા તેનું ધોવાણ થઈ ગયું છે.

ઉનાથી દીવ જવાનો રસ્તો બંધ

સોમવારે પડેલા વરસાદ બાદ ઉના સાથેનં જમીની સંપર્ક કપાઈ ગયો હતો. મંગળવારે ઉનાથી દીવ તેમજ તેમજ ઉનાથી સોમનાથ કે કોડિનાર જવાનો રસ્તા સંપૂર્ણ બંધ છે. આ રૂટ પર એસ.ટી. બસ કે કોઈ ખાનગી વાહનની સેવા બંધ છે. જ્યારે ઉનાથી સાસણ ગીર અને ઉનાથી ભાવનગર જવાનો રસ્તો ખુલ્લો છે.

ગીર-સોમનાથ વરસાદ


એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય

હાલ ગીર-સોમનાથ જિલ્લામાં બે એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે. જેમાંથી એક ટીમને ગીર ગઢડા અને બીજી ટીમને ઉના ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ

વેરાવળ- 6 ઇંચ
સૂત્રાપાડા- 10 ઇંચ
તાલાલા - 4 ઇંચ
કોડીનાર- 14 ઇંચ
ઉના- 18 ઇંચ
ગીર-ગઢડા - 20 ઇંચ

હિરણ ડેમ-2ના દરવાજા ખોલાયા

સોમવારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો હિરણ ડેમ-2 પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો હતો, જેના પગલે ડેમના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. સાથે જ તંત્રએ નદીની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી ઉચ્ચારી છે.
First published: July 17, 2018, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading