Home /News /kutchh-saurastra /સાંબેલાધાર વરસાદ બાદ ગીર સોમનાથમાં ક્યાંક ખુશનુમા વાતાવરણ તો ક્યાંક તારાજી, વીડિયોમાં જુઓ માહોલ
સાંબેલાધાર વરસાદ બાદ ગીર સોમનાથમાં ક્યાંક ખુશનુમા વાતાવરણ તો ક્યાંક તારાજી, વીડિયોમાં જુઓ માહોલ
ગીર સોમનાથ
Heavy rainfall in Saurashtra : હવામાન વિભાગે જામનગર, દ્વારકા, કચ્છ માટે શુક્રવાર, શનિવાર માટે તોફાની ભારે વરસાદનું રેડ એલર્ટ (rain red alert) જારી કર્યું છે. ત્યારે એ પહેલા પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે.
ગીર : ગુજરાતમાં અતિ ભારે વરસાદની (Gujarat Monsoon system) ત્રણ સીસ્ટમ સક્રિય થઈ છે. કચ્છમાં કેન્દ્ર સાથે ત્યાંથી ડીસા, રાજકોટ આજુબાજુ વિસ્તાર સુધી ઉપર લો પ્રેસર સર્જાયું છે. જેના કારણે આગામી પાંચ દિવસમાં શક્તિશાળી ડીપ્રેસનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જામનગર, દ્વારકા, કચ્છ માટે શુક્રવાર, શનિવાર માટે તોફાની ભારે વરસાદનું રેડ એલર્ટ (rain red alert) જારી કર્યું છે. ત્યારે એ પહેલા પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની (heavy rainfall in Saurashtra) સ્થિતિ સર્જાઇ છે.
ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છવાઇ છે. જેમાં સુત્રાપાડા પોણા ત્રણ ઇંચ, ઉનામાં દોઢ ઇંચ, ગીર ગઢડા એક ઇંચ, વેરાવળ કોડીનારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 સુધી સાર્વત્રિક વરસાદ વરસતા ક્યાંક ખુશનુમા વાતાવરણ તો ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે.
ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી દીધી છે. છેલ્લા બે દિવસથી ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો આજે પણ મેઘરાજા મન મૂકીને વરસતા વિદ્યાર્થીઓને રજા શાળામાં રજા આપી દેવામાં આવી છે.
ગીર સોમાનથ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસતા સુપ્રસિદ્ધ યાત્રા પ્રાચી તીર્થનું સુવિખ્યાત માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. સરસ્વતી નદીમાં આ વર્ષના પહેલા નીર આવ્યા છે. જેથી સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં વહેતી સરસ્વતી નદીમાં નવા નીર આવતા સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. યાત્રાધામ પ્રાચી તીર્થ જ્યાં પૂર્વ વાહિની કહેવાથી એવી સરસ્વતી નદી જેમાં સિઝનનું પ્રથમ પુર આવતા પૂજારી ઋષિ બાપુ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. નદીમાં પૂર આવવાની સાથે જ ગ્રામજનો પુર જોવા ઉમટી પડ્યા હતા. પ્રાચી ગામ તથા આજુબાજુના વિસ્તારમાં લોકોમાં આનંદની લાગણી છવાઇ છે. જ્યારે હાલ પણ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ યથાવત છે.
ગીર સોમનાથના ઉના નેશનલ હાઇવેની પણ બત્તર સ્થિતિ છે. વરસાદી પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે. રોડ પર ભુવાને કારણે અનેક વાહનો અને માણસો ફસાઇ રહ્યા છે. ઘણા લાંબા સમયથી નેશનલ હાઇવે કામ પણ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં બુધવારની રાત્રિના એક વાગે તોફાની વરસાદ શરૂ થયો હતો અને આભ ફાટયું હતુ. ત્યાં માત્ર 12 કલાકમાં જ 13 ઈંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા, દરિયાકાંઠાના વેલણ, કોટડા, માઢવડ, માલશ્રમ, મુળદ્વારકા, સરખડી, મઠ, છારા સહિત ગામોમાં અતિ ધોધમાર વરસ્યો હતો. ગીર જંગલના ઘાટવડ, જામવાળા, છાછર, રોણાજ, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાળા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચરિયા, પેઢાવાળા સહિત ગામો જળબંબોળ થયા હતા. સૂત્રાપાડામાં 331 મિ.મિ. સહિત 16 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા. કણજોતર ગામ પાસે ઉમટ નદીમાં પાણી આવતા કોડીનારથી સૂત્રાપાડાનો રસ્તો બંધ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર