છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 31 તાલુકામાં મેઘ મહેર, સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઈંચ

વાયુ વાવાઝોડું હાલ તો ફંટાઇ ગયું છે પરંતુ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદનું ધોડાપૂર આવ્યું છે.

News18 Gujarati
Updated: June 15, 2019, 10:47 AM IST
છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 31 તાલુકામાં મેઘ મહેર, સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઈંચ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 15, 2019, 10:47 AM IST
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : વાયુ વાવાઝોડું હાલ તો ફંટાઇ ગયું છે પરંતુ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદનું ધોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત રાજયના 31 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથનાં સુત્રાપાડામાં પાંચ ઈંચ, વેરાવળ અને તાલાળામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજયમાં વાયુ વાવાઝોડાની અસર સંદર્ભે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 122મી.મી એટલે કે પાંચ ઇંચ અને વેરાવળ તાલુકામાં 108 મી.મી, તાલાળામાં 102 મી.મી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ પણ વાંચો : શનિવારે મોડીરાતે 'વાયુ' કચ્છ તરફ ફંટાવાની શક્યતા, તંત્ર એલર્ટ પર

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 15 જુન 2019 ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન માંગરોળ તાલુકામાં 96 મી.મી અને કોડીનાર તાલુકામાં 81 મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ અને કુતિયાણા તાલુકામાં 62 મી.મી, માળિયામાં 61 મી.મી. ભેસાણમાં 50 મી.મી., મેંદરડામાં 49 મી.મી, જૂનાગઢ તાલકો અને જૂનાગઢ શહેરમાં 48 મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ પણ વાંચો : કચ્છમાં 10 NDRF ટીમો તહેનાત; ઇમરજન્સીમાં આ નંબરો પર ફોન કરો

આ ઉપરાંત સાવરકુંડલા, કેશોદ, ખાંભા, વિસાવદર, વંથલી, ભાવનગર ધોરાજી, તળાજા, માણાવદર અને બાબરા મળી કુલ દસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય દસ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...